મોરબીમાં ૨૭ જુન માદક પદાર્થ વિરોધ દિવસે વિડીયો પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન
SHARE
મોરબીમાં ૨૭ જુન માદક પદાર્થ વિરોધ દિવસે વિડીયો પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી વી.સી.હાઇસ્કુલમાં કાર્યરત છે.તેના દ્રારા તા.૨૬ મી જુન એટલે કે માદક પદાર્થ વિરોધ દિવસે "જીવન ટકે જો ડ્રગ અટકે" નાં અનુસંધાને ઘરે બેઠાં વિડીયો દ્વારાં કેટેગરી મુજબ પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરેલ છે.જ્યારે એક પદાર્થ રાસાયણિક પ્રક્રિયાથી અથવા પ્રાકૃતિક રીતે ત્યાર કરવામાં આવે અને તેનો માનસિક, શારિરીક અથવા જીવ રાસાયણિક ઉપયોગ કરવામાં આવે તેને માદક પદાર્થ કહેવામાં આવે છે.સરળ શબ્દોમાં કોઇપણ રસાયણ એક વ્યક્તિના શરીર ઉપર અથવા માનસિક કાર્ય પદ્ધતી ઉપર બદલાવ કરે તો તે એક માદક પદાર્થ છે.માદક પદાર્થોમાં હિંદુસ્તાનમાં મદિરા, ભાંગ, ગાંજો, તમાકુ અને અફીણ ગણી શકાય.મદીરાએ દેશમાં પેદા થતાં તાડી અને 'એરક' (મહુડાં) છે અને પરદેશથી આવતા દારૂઓનો કંઈ પાર નથી. આ બધા સર્વથા ત્યાજ્ય છે. મદિરાપાનથી માણસ ભાન ભૂલે છે અને એ સ્થિતિમાં એ નકામો થઈ જાય છે. જેને શરાબની ટેવ વળગી છે તેઓ પોતે ખુવાર થયા છે ને પોતાનાંને ખુવાર કર્યાં છે. મદિરાપાન કરનાર બધી મર્યાદાઓને તોડે છે.
સ્પર્ધકોએ કેટેગરી મુજબ પ્રશ્નોનાં જવાબનો વિડીયો બનાવીને મો.૯૮૨૪૯ ૧૨૨૩૦ ઉપર મોકલવાનો રહેશે. કેટેગરી-૧ ( ધો.૧ થી ૪) પ્રશ્ન વ્યસન એટલે શું ? વ્યસન છોડવાં માટે શું કરશો..? કેટેગરી-૨ (ધો.૫ થી ૮) પ્રશ્ન નશાકારક પદાર્થો એટલે શું ? તેનાં નામ કહો. કેટેગરી-૩ (ધો.૯ થી ૧૨) પ્રશ્ન "નશો નાશનું મૂળ છે" આ વાક્ય સમજાવો. કેટેગરી-૪ (કોલેજનાં વિધાર્થીઓ, શિક્ષકમિત્રો તથા વાલીઓ) પ્રશ્ન માદક પદાર્થોનાં સેવનથી લાંબા સમયની અસર જણાવો. સ્પર્ધાનાં બધા જ સ્પર્ધકોને પ્રમાણપત્ર તથા કેટેગરી મુજબ શ્રેષ્ઠ રજુઆત કરનારને સિલ્ડ તથા વિજેતાઓનાં વિડીયો"આર્યભટ્ટ"લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જિલ્લો" યુટ્યુબ પર થી જોઈ શકશો.તેમ કેન્દ્ર સંચાલક એલ. એમ.ભટ્ટ તથા દિપેન ભટ્ટે જણાવેલ છે.