મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતની સમગ્ર રાજ્યમાં અનન્ય પહેલ; UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મળશે નાણાકીય સહાય


SHARE





























મોરબી જિલ્લા પંચાયતની સમગ્ર રાજ્યમાં અનન્ય પહેલ; UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મળશે નાણાકીય સહાય

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પંચાયત દ્વારા UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ધોરણે ૧૫૦૦૦ ની શિષ્યવૃત્તિ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લામાં પ્રથમ વખત UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક અનન્ય પહેલ કરવામાં આવી છે. મોરબી જિલ્લાના વતની હોય અને ધોરણ-૧૨ માં ૭૦ % થી વધુ માર્ક્સ મેળવેલ હોય અને હાલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોય તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે UPSCની તૈયારી માટે મોરબી જિલ્લા પંચાયત દ્વારા શિષ્યવૃતિ આપવાનું નક્કી કરવામાં આવેલ છે. ઉપર મુજબની શરતો સંતોષતા હોય અને UPSC ની પરીક્ષા આપવા ઇચ્છુક હોય તેવા વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

આ શિષ્યવૃત્તિ માટે પસંદ થયેલા વિદ્યાર્થીને પ્રથમ વર્ષ માટે રૂ.૧૫૦૦૦/- અને ત્યારબાદ જરૂરી લાયકાતના ધોરણો મેળવ્યા બાદ બીજા અને ત્રીજા વર્ષ માટે પણ શિષ્યવૃતિ આપવાનું આયોજન વિચારણા હેઠળ છે. આ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓએ તા.૨૫/૧૦/૨૦૨૪ થી દિન-૧૫ માં રૂમ નં.૧૪૬, શિક્ષણ શાખા, પ્રથમ માળ, જિલ્લા પંચાયત કચેરી, સો-ઓરડીની સામે, શોભેશ્વર રોડ, મોરબીમાં પોતાની અરજી જમા કરાવવાની રહેશે. અરજીનો નમુનો જિલ્લા પંચાયત કચેરી, મોરબીની વેબસાઈટ www.morbidp.gujarat.gov.in પરથી મેળવી શકાશે તેમ મોરબી જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે.
















Latest News