મોરબીની વાવડી ચોકડીએ એક્ટિવને બોલેરોના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ આધેડ સારવારમાં
SHARE
મોરબીની વાવડી ચોકડીએ એક્ટિવને બોલેરોના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ આધેડ સારવારમાં
મોરબીની વાવડી ચોકડી પાસેથી આધેડ તેનું એક્ટિવા લઈને જઈ રહ્યા હતા ત્યારે તેના વાહને અજાણી બોલેરો ગાડીના ચાલકે હડફેટ લીધું હતું જેથી અકસ્માત થયો હતો જેમાં આધેડને ઇજા થયેલ હતી અને અકસ્માત કરીને બોલેરોનો ચાલક તેનું વાહન લઈને નાશી ગયો હતો જેથી કરીને પોલીસે ઇજા પામેલા આધેડના દીકરાની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ હવેલી શેરીમાં રહેતા અને સેલ્સમેન તરીકે કામ કરતા જયદાન અંબાદાન જીબા (37)એ અજાણ્યા બોલેરો ગાડીના ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં જણાવ્યુ છે કે, મોરબીની વાવડી ચોકડી પાસેથી તેના પિતા પોતાનું એકટીવા નંબર જીજે 36 એડી 4518 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાંથી નીકળેલ અજાણી બોલેરો ગાડીના ચાલકે બેફિકરાઇથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીના પિતાના એકટીવા સાથે બોલેરો ગાડી અથડાવી હતી જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં આધેડ રસ્તા ઉપર નીચે પડી જતા તેને માથામાં તથા શરીરે ઇજાઓ થઈ હતી અને અકસ્માત સર્જીને બોલેરો ગાડીનો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી ઇજા પામેલા આધેડને સારવારમાં ખસેડાયા હતા અને ત્યાર બાદ તેના દિકારાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણી બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે