વાંકાનેરની રાણેકપર ફાટક પાસે ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત
SHARE
વાંકાનેરની રાણેકપર ફાટક પાસે ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત
વાંકાનેર નજીક આવેલ રાણેકપર ફાટક પાસે કોઈ અજાણ્યા યુવાને રેલવે ટ્રેક ઉપર ટ્રેન આડે પાડીને આત્મહત્યા કરી લીધી હતી જેથી આ બનાવની રેલવેના સ્ટેશન માસ્ટર દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાત બનાવની નોંધ કરી અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ રાણેકપર ફાટક પાસેથી ટ્રેન પસાર થઈ હતી ત્યારે તે ટ્રેનની આડે પાડીને કોઈ અજાણ્યા આસરે 25 થી 30 વર્ષના યુવાને આપઘાત કર્યો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેને મૃતદેહને પીએમ માટે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેરના રેલવે સ્ટેશન માસ્ટર દીપકભાઈ ઓમપ્રકાશભાઈ દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.