મોરબી: શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ પ્રીતિ ભોજન સમારંભ યોજાયો
SHARE
મોરબી : શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ પ્રીતિ ભોજન સમારંભ યોજાયો
શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની ભોજનશાળા(વાડી) મોરબીમાં નોંધાયેલા સભ્યોના ૧૦૦૦ થી વધુ કુટુંબીજનોનું જ્ઞાતિ પ્રીતિ ભોજન સમારંભ યોજાયુ હતુ.શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ મોરબીના જ્ઞાતિ સભ્ય સ્વ.પ્રો.ડૉ.હર્ષદરાય જન્મશંકરભાઈ શુક્લ (હાલ ભાવનગર) તેમની જ્ઞાતિ પ્રત્યેની પ્રીતિ અને ભાતૃભાવને કારણે ઈચ્છા હતી કે આપણા જ્ઞાતિ સભ્યોના પરિવારનું ભોજન કરાવવામાં આવે.આ ઈચ્છા તેમના પિતૃભક્ત પુત્રો હેમંતભાઈ, મનોજભાઈ અને પુનીતભાઈએ પૂરી કરી હતી અને જ્ઞાતિના ટ્રસ્ટી મંડળના સહયોગથી જ્ઞાતિ પ્રીતિ ભોજન સમારંભનું આયોજન થયું હતું. આ તકે ૧૦૦૦ થી વધુ કુટુંબીજનોએ બધા જ જ્ઞાતિજનો વરિષ્ઠો, યુવાનો, બાળકોએ ઉત્સાહપૂર્ણ ભાગ લીધો હતો તેમ જ્ઞાતિ પ્રમુખ તેમજ ટ્રસ્ટી મંડળની યાદી જણાવે છે