હળવદના સુખપરમાં મકાનમાંથી તસ્કરો ૬ તોલા વજનના દાગીના ચોરી ગયા
મોરબી પાલિકાની બેદરકારીથી લોહાણાપરા વિસ્તારમાં પાણી ભરાયું
SHARE
મોરબી પાલિકાની બેદરકારીથી લોહાણાપરા વિસ્તારમાં પાણી ભરાયું
સામાન્ય રીતે ચોમાસામાં પાણી ભરાઈ તે સ્વાભાવિક છે જો કે, મોરબી પાલિકાની બેદરકારીના લીધે મોરબીના લોહાણાપરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું આ વાતને સાંભળીને જરાપણ ચોકી જવાની જરૂર નથી કેમ કે, મોરબીના જેલા રોડ ઉપર આવેલ જૂની દાણાપીઠમાં પાણીમાં સંપ બનાવ્યો છે જે ભરાઈ ગયા પછી તેમાં આવતા પાણીને બંધ કરવાનું પાલિકાનો સ્ટાફ ભૂલી હોય કે પછી બેદરકારી રાખવામા આવૈ હોવાના લીધે આ સંપ ઓવરફલો થયો હતો અને લોહાણાપરામાં વગર વરસાદે પાણી ભરી ગયું હતું જેથી કરીને સ્થાનિક લોકોએ પાણીના વેડફાટ માટે ચૂંટાયેલા સભ્ય સીમાબેન સોલંકીને કહ્યું હતું જેથી તેમણે ચીફ ઓફિસર સુધી આ વાતને પહોચાડી હતી જેથી કરીને તાત્કાલિક પાણી બંધ કરવામાં આવ્યું હતું