મોરબી : ચક્કર આવ્યા બાદ સારવારમાં ખસેડાયેલા સગર્ભા મહિલાનું મોત મોરબીના વાંકડા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત હળવદ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા આગેવાનો ભાજપ તરફથી ધાકધમકી !: પોલીસ રક્ષણની કરી માંગ મોરબીથી માળીયા શિકાર કરવા જતાં યુવાનનું બંદૂકમાંથી ફાયરિંગ થતાં ગોળી વાગવાથી મોત વાયરલ વિડિયોનો રેલો !: મોરબીના બેલા-પંચાસર ગામે દેશીના ધંધાર્થીઓ ઉપર ધોંસ વાંકાનેરના રાતાવીરડા પાસે કારખાનાના લેબર કવાર્ટરમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં કથા સાંભળવા ગયેલા યુવાનનું કોઈ કારણોસર મોત મોરબીમાં ઘરમાંથી બીયરના 36 ટીન સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા ટીબીના ૪૦ દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું


SHARE













ટંકારા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા ટીબીના ૪૦ દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું

મોરબી જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.અજાણાના માર્ગદર્શન અનુસાર અને ટંકારા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.બાવરવાના સક્રિય પ્રયત્નો થકી ટંકારા તાલુકામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને બાલાજી પોલિપેક લધીરગઢના સહયોગ થકી ૪૦ જેટલા ટીબીના દર્દીઓને એક વર્ષ સુધી દતક લેવામાં આવ્યા છે. તેમજ તેઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાથે વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓની ભાગીદારીથી કેન્દ્ર સરકારના ‘’ટીબી મુક્ત ભારત અભિયાન” માં સક્રિય સહકાર મળી રહ્યો છે. આ પોષણ કીટ થકી ટીબીના દર્દીઓના પોષણમાં સુધારો થાય છે, બીમારીમાં ક્વીક રિકવરી મળે છે તેમજ રોગનો ફેલાવો અટકાવવામાં મદદ મળી રહે છે.સમગ્ર કાર્યક્રમના સફળ સંચાલન બદલ તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેષભાઈ પટેલ, તાલુકા ટીબી સુપરવાઈઝર પ્રતિકભાઈ દેવમુરારી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર એમ.એસ.મોસત અને બાલાજી પોલિપેકમાંથી જગદીશભાઈ પાનારાએ જહેમત ઉઠાવી હતી.(તસ્વીર: જીગ્નેશ ભટ્ટ દ્વારા)








Latest News