માળીયા (મી)ના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરણીતાનું સારવાર દરમ્યાન મોત
મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1739335965.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીના આમરણ પાસે ખાનગી બસ પલ્ટી જતા મહેસાણાથી દ્વારકા પુનમ નિમિતે દર્શને જતાં 35 પૈકીનાં 17 સ્ત્રી-પુરૂષોને ઇજા થતાં સારવારમાં
મોરબી તાલુકાનાં આમરણ ગામ પાસે હાઈવે રોડ ઉપરથીઓ રાતના સમયે ખાનગી બસ પસાર થઈ રહી હતી ત્યારે તેના ચાલકે પુર ઝડપે અને બેફીકરાઈથી બસ ચલાવી હતી જેથી કરીને ટ્રાવેલ્સ બસ પલટી મારી ગયેલ હતી અને તેમાં બેઠેલા 35 જેટલા મુસાફરોમાંથી 15 જેટલા લોકોને નાના મોટી ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબી અને રાજકોટની જુદીજુદી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે બસમાં બેઠેલા ટ્રાન્સપોર્ટ દ્વારા અકસ્માત સર્જીને સ્થળ ઉપરથી નાશી ગયેલા તે બસના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ખાતે ફરિયાદ નોંધાવેલ છે. જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મહેસાણા હાઈવે રોડ ઉપર આવેલ પસાભાઈ પેટ્રોલપંપ પાછળના ભાગે રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં પરેશભાઈ નારણભાઈ આલ (36)એ ખાનગી બસ નંબર જીજે 5 બીએક્સ 5581 ના ચાલકની સામે ફરિયાદ કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ તા 11/2 ના રોજ સાંજના સાડા પાચેક વાગ્યાના અરસામાં મહેસાણાથી ખાનગી ટ્રાવેલ્સમાં નીકળ્યા હતા અને તે બસનો અકસ્માત થયો હતો જેમાં તેના સહિત કુલ મળીને 15 જેટલા લોકોને નાના મોટી ઇજા થયેલ હતી જેથી કરીને તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
હાલમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ પરેશભાઈ અને તેની સાથે બસમાં બેઠેલા મુસાફરોમાં ભીખીબેન બાનુભાઈ દેસાઈ, ઉર્વશીબેન નાનજીભાઈ દેસાઈ, તળીબેન ઉર્ફે તખીબેન નાગજીભાઈ દેસાઈ, અમીશાબેન જેરામભાઈ દેસાઈ, જીવતબેન વાઘુભાઈ દેસાઈ, પ્રેમીલાબેન મુકેશભાઈ પટેલ, ગંગાબેન રમેશભાઈ રબારી, મમતાબેન જયેશભાઈ પટેલ, પ્રતિક્ષાબેન મિતલકુમાર પટેલ, સુનીતાબેન પ્રકાશભાઈ પટેલ, ગીતાબેન વિષ્ણુભાઈ રબારી, શંભુભાઈ ઈશ્વરભાઈ રબારી, ક્રિષ્ણાબેન મફતલાલ રબારી, ચંપાબેન કાનજીભાઈ રબારી અને પુજાબેન શંભુભાઈ રબારી વિગેરે કુલ 35 જેટલા મુસાફરો મહેસાણા મોઢેરા ચોકડી પાસેથી સરદાર ટ્રાવેલ્સની બસ નંબર જીજે 5 બીએક્સ 5581 લઈને બધા પુનમ ભરવા માટે દ્વારકા જતા હતા.
ત્યારે મોરબી તાલુકાનાં આમરણ ગામ પાસે હાઈવે રોડ ઉપર હતા ત્યારે તા.12/2 ના રાત્રિના બે વાગ્યે રોડ ઉપર બસના ચાલક જેનુ નામ આવડતું નથી તેને આમરણ નજીક પોતાના હવાલા વાળી ટ્રાવેલ્સ પુર ઝડપે અને બેફીકરાઈથી ચલાવી હતી અને ટ્રાવેલ્સ બસને પલટી ખવડાવી દીધી હતી અને તેમનં બેઠેલા ફરિયાદી સહિતના પેસેન્જરોને નાની મોટી ઈજાઓ કરી હતી અને તે બસ ચાલક અકસ્માત બાદ બસ મુકીને ત્યાંથી નાસી ગયેલ છે. અને આ ઘટના ઇજા પામેલા લોકોને 108 મારફતે અલગ અલગ જગ્યાએ મોરબી સરકારી હોસ્પીટલ, મોરબીની શીવમ હોસ્પીટલ તેમજ રાજકોટની ખાનગી હોસ્પીટલમા સારવાર માટે લઈ ગયા હતા આ ઘટનામાં ઇજા પામેલ પ્રેમીલાબેન મુકેશભાઈ પટેલને વધુ ઇજા થયેલ હોવાથી તેને રાજકોટ સારવારમાં લઈ જવામાં આવેલ છે અને હાલમાં ઇજા પામેલા પરેશભાઈએ નોંદાહવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રાવેલ્સ બસના ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કારેલ છે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)