મોરબીના વાવડી રોડે ઘરમાં એસિડ પી ગયેલા યુવાનનું સારવારમાં મોત
મોરબીની મચ્છીપીઠમાં થોડા સમય પહેલા થયેલ મારમારીના બનાવમાં વધુ ૬ મહિલા આરોપીઓની ધરપકડ
SHARE
મોરબીની મચ્છીપીઠમાં થોડા સમય પહેલા થયેલ મારમારીના બનાવમાં વધુ ૬ મહિલા આરોપીઓની ધરપકડ
મોરબીના જૂના બસસ્ટેન્ડ પર આવેલ મચ્છીપીઠ વિસ્તારમાં થોડા દિવસો પહેલા કોઈ બાબતે બાજુબાજુમાં રહેતા બે પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો અને વાતવાતમાં વાત વણસી જતાં પથ્થરમારો અને સોડા બોટલના છૂટા ઘા કરવામાં આવ્યા હતા જેથી બનાવ સમયે ગયેલ પોલીસ સ્ટાફ ઉપર પણ હુમલો કરાયો હતો જેમાં ૨૦ શખ્સોની સામે ગુનો નોંધાયો હતો જેમાં અગાઉ ૧૨ પુરૂષ અને ૨ મહિલાઓ મળી ૧૪ ની ધરપકડ કરાયા બાદ ગઇકાલે વધુ ૬ મહિલા આરોપીઓની ધરપકડ કરીને જમીન મુક્ત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
મોરબીની મચ્છીપીઠ પાસે બે પક્ષો વચ્ચે થોડા દિવસો પહેલા મારામારી થઈ હતી જેમાં કટિયા અને ભટ્ટી પરિવાર વચ્ચે થયેલ ઝઘડો થયો હતો અને સામસામો પથ્થરમારો અને સોડા બોટલોના ઘા કરાતા હતા જેની પોલીસને જાણ થતા મોરબી સીટી એ ડીવીઝન પીસીઆર વાનનો પોલીસ સ્ટાફ અને ડ્રાઇવર ઘટનાસ્થળે પહોંચ્યો હતો ત્યારે પોલીસ જવાન યશવંતસિંહ
પ્રવિણસિંહ ઝાલા (૩૨) સહિત નવ લોકોને ઇજાઓ થતાં તેઓને તે સમયે સારવારમાં ખસેડાયા હતા. ત્યાર બાદ યશવંતસિંહ પ્રવિણસિંહ ઝાલાએ એ ડીવીઝન પોલીસ મથક ખાતે કુલ મળીને ૨૦ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં અત્યાર સુધીમાં ૨ સ્ત્રીઓ (ફાતીમાબેન અને રોશનબેન) અને ૧૨ પુરૂષ આરોપીઓ મળીને કુલ ૧૪ પકડ્યા હતા જો કે ૬ મહિલા આરોપીઓ પકડવાના બાકી હતા. જેથી ગઇકાલે આ ગુનામાં એ ડીવીજન પોલીસ મથકના પીએસઆઇ એસ.એમ.રાણા તેમજ રાઇટર બીપીનભાઇ પટેલે સૂફીનાબેન ઉર્ફે સૂઈબાઈ અહેમદભાઇ કટિયા, જાનબાઈ રહેમાનભાઈ કટિયા, સારબાઈ સલિમભાઈ કટિયા, રૂકાશાનાબેન ઉર્ફે જામબાઇ નિઝામભાઇ કટિયા, ગુલબાનુંબેન મુસ્તાકભાઈ કટિયા અને જામીલાબેન ઈકબાલભાઈ કટિયા રહે.તમામ મચ્છીપીઠની ધરપકડ કરી હતી અને આરોપીઓને જમીન મુક્ત કરવામાં આવેલ છે.
મારામારીમાં મહિલાની ધરપકડ
મોરબી તાલુકાના નવાગામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં મોરબી તાલુકા પોલીસ મથકના સ્ટાફે ભારતીબેન ભુપતભાઈ લાભુભાઇ ઝંઝવીડીયા કોળી નામની ૩૦ વર્ષીય નવાગામની રહેવાસી મહિલાની મારામારીના ઉપરોક્ત બનાવમાં ધરપકડ કરી હતી. આઠેક દિવસ પહેલા બનેલા મારામારીના બનાવમાં હાલમાં ભારતીબેનની ધરપકડ કરવામાં આવી હોવાનું તાલુકા પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”