મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક સમસ્યા કાયમી ઉકેલ લાવવા એસપીને રજૂઆત મોરબીની હરિહરનગર સોસાયટીમાં ગીતા જયંતીની ઉજવણી કરાઇ મોરબીના રવાપર ગામે તબેલામા રાખેલ મગફળીના ભુક્કામાં આગ લગતા દોડધામ મોરબી પાલિકાના મોટા બાકીદારોનું ત્રીજું લિસ્ટ જાહેર: 21 આસામી ડીફોલ્ટર મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતિની ઉજવણી કરાઇ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના ઉટબેટ (સામપર)ના ખેડુતોની ખેતીની જમીનમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા જમીનનો અનઅધિકૃત કબ્જો લેવાતો હોય કલેકટરને રાવ 


SHARE











મોરબીના ઉટબેટ (સામપર)ના ખેડુતોની ખેતીની જમીનમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા જમીનનો અનઅધિકૃત કબ્જો લેવાતો હોય કલેકટરને રાવ 

મોરબી તાલુકા જીલ્લાના ઉટબેટ સામપર ગામના ખેડુતોની ખેતીની જમીનમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા જમીનનો કબજો અનઅધિકૃત રીતે લેવાતો હોય તે બાબતે ખેડુતોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. 

મોરબી તાલુકાના ઉંટબેટ (સામપર) ગામ જેનો રેવન્યુ સ.નં.૮૩ પૈકી જેનો નવો સ.નં. ૨૩૨ પૈકી છે.તે જમીનની અંદર ઉટબેટ સામપર ગામના ખેડુત ખાતેદારોની સંખ્યા આશરે ૫૦ (પચાસ) થી પણ વધુ છે.તેઓની ખાનગી માલીકીની ખેતીની જમીનો આવેલ છે.સદરહુ સ.નં. માં ઘણા બધા ખેડુતોને સરકાર દ્વારા જમીન શાંથણીમાં પણ આપવામાં આવેલ છે.છેલ્લા થોડા સમયથી ફોરેસ્ટ વિભાગના જવાબદાર અધીકારી દ્વારા ગામના ખેડુતોને જાણ આપીને ફોરેસ્ટ વિભાગ અમારી ખાનગી માલીકીના સર્વે નંબર વાળા જમીન રે.સ.નં.૨૩૨ પૈકી વાળી જમીનમાં અનઅધિકૃત કબજો મેળવવાના પ્રયત્ન કરી રહેલ છે. જે ગેરવ્યાજબી છે તેમજ કાયદાથી વિરૂધ્ધની કાર્યવાહી છે.ગામજનો ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને તેમની ખાનગી માલીકીની જમીન હોવા સંબંઘમાં તમામ આઘાર પુરાવાઓ રજુ રાખેલ છે.તમામ રેવન્યુ રેકર્ડ રજુ રાખેલ છે. આમ છતાં અમોને એવુ લાગી રહેલ છે કે ફોરેસ્ટ વિભાગના અધીકારીઓ અમારી જમીન ઝુટવી લેવાના પ્રયત્ન કરી રહેલ છે.સદરહુ સ.નંબર ૨૩૨ પૈકી વાળી જમીનમાં અમુક ક્ષેત્રફળમાં ફોરેસ્ટ વિભાગને અગાઉના વર્ષમાં જમીન ફાળવેલ હતી. જેની જમીનની માપણી થયેલ નથી તેમજ ગામના અનુસુચીત જાતીના લોકોને પણ નવી શરતની જમીન સાંથણીમાં ફાળવેલ છે.ખાનગી માલીકીની જમીનમાં ઘણા બધા ખેડુતોએ રે.સ.નં . ૨૩૨ પૈકી વાળી જમીન વેચાણ દસ્તાવેજથી પણ ખરીદ કરેલ છે. 

આમ ૨.સ.નંબર ૨૩૨ પૈકી વાળી જમીનમાં ૭૦ વર્ષથી વધુ સમય ગામના ખેડુતોનો આ જમીનમાં કબજો ભોગવટો છે.વરસોથી વાવેતર કરે છે. કુટુંબ પરીવારનુ ગુજરાન ચલાવે છે અને એકાએક ફોરેસ્ટ વિભાગ દ્વારા જે રીતે ખાનગી માલીકીની જમીનને પોતાની જમીન હોવાનું જણાવીને અનઅધિકૃત કબજો કરવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે તે ખુબ જ ગંભીર બાબત છે. હાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહેલ છે તેનાથી ઘણા બધા ખેડુતોને ગંભીર સમસ્યા ઉભી થયેલ છ. ૨.સ.નં.૨૩૨ પૈકી વાળી જમીનમાં ઘણા બધા ખેડુતોને પોતાના ખેતરો સુધી જવા આવવાના રસ્તાઓ ગાડા મારગ આવેલ છે.જયાં તેઓ પોતાના ખેતરમાં આવી જઈ શકે પરંતુ જે રીતે ફોરેસ્ટ વિભાગ કાર્યવાહી કરી રહેલ છે તેનાથી ખેડુતોના રસ્તા બંઘ થઈ જશે.ખેડુતો માટે વિકટ પરિસ્થિતીનું નિર્માણ થશે જે ગંભીર બાબત છે.

હાલ ચોમાસાની સિઝન આવી રહેલ છે.ખેડુતોને પોતાના ખેતરમાં કાયમી આવવા જવાનું થાય છે.જયારે ફોરેસ્ટ વિભાગ એ ખેડૂતોની જમીન એ પોતાનું હોવાનું જણાવીને કબજો લેવાના પ્રયત્ન કરી રહેલ છે.ખરી હકીકત એ ફોરેસ્ટ વિભાગએ સદરહુ જમીનની માપણી કરેલ નથી. અમો ખાનગી માલીકીના જમીન વાળાઓ પણ માપણી કરવા તૈયાર છીએ.હાલની સ્થિતીને ધ્યાને રાખતા ૨.સ. નં.૨૩ ર પૈકી જમીનમાં ફોરેસ્ટ વિભાગની જે જમીન આવેલ છે. તેની વાસ્તવીક સ્થળ સ્થિતિને કોઈપણ સ્પષ્ટતા થતી નથી. ગામના ખેડુતો પાસે જે જમીનો છે તે વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલ છે. કોઈને વારસાઈ દરજજે મળેલ છે, કોઈ ને સરકાર દ્વારા સાથણીમાં મળેલ છે જે ખાનગી ખાતેદારો કબજો ૭૦ વર્ષથી વધુ સમયનો હોય આમ છતાં ફોરેસ્ટ વિભાગએ ગેરકાયદેસર પ્રક્રીયા અનુસરીને જે કાર્યવાહી કરેલ છે તે તાત્કાલીક ઘોરણે અટકાવવા ગ્રામજનોની માંગણી છે. ફોરેસ્ટ વિભાગના જવાબદાર અધિકારીઓને આ સંબંધમાં રૂબરૂ સાંભળીને તાત્કાલીક ઘોરણે ખાનગી ખેડુત ખાતેદારોની જમીનમાં કોઈ પણ વિક્ષેપ પડે નહી ગામના ખેડુત ખાતેદારના ખેતરમાં આવવા જવાના ગાડા મારગ બંધ કરવામાં આવે નહી તથા આ સંબંઘમાં ઘટતી તમામ કાર્યવાહી કરવા ગ્રામજનોની માંગણી છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ




Latest News