વાંકાનેરમાં દંડ ભરવાની ના પાડતાં બે વાહન ચાલક વિરુદ્ધ નોંધાયો ગુનો
મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા વિપ્ર પરિવારનો યુવાન દીકરો ગુમ
SHARE
મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા વિપ્ર પરિવારનો યુવાન દીકરો ગુમ
મોરબીની સામાકાંઠે વિસ્તારમાં આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા વિપ્ર પરિવારનો યુવાન દીકરો છેલ્લા સાત દિવસથી પોતાના ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર બહાર જતો રહ્યો છે અને તેનો ફોન બંધ આવતો હોવાથી યુવાન ગુમ થયો હોવા અંગેની હાલમાં તેના પિતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે હાલમાં નોધ કરીને યુવાનને શોધવા માટે તપાસ શરૂ કરેલ છે.
જાણવા મળતી વિગત પ્રમાણે હાલમાં મોરબીના સામાકાંઠા વિસ્તારની અંદર ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને મૂળ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના સોલાજ ગામના રહેવાસી હિંમતલાલ અંબાલાલ શ્રીમાળી જાતે બ્રાહ્મણ (ઉંમર ૪૫) એ પોતાનો દીકરો ભૌતિકભાઈ હિંમતલાલ શ્રામાળી (૧૯) ગત તા.૧૮-૬ થી પોતાના ઘરે કોઇને કશું જ કહ્યા વગર જતો રહેલ છે અને તેને શોધવા છતાં પણ કોઈ જગ્યાએથી તેનો પત્તો લાગ્યો નથી જેથી કરીને હાલમાં હિંમતભાઈએ પોતાનો દીકરો ભવદિપ ગુમ થયા હોવા અંગેની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે જેના આધારે બી ડીવીજન પોલીસ મથકના ફિરોજભાઇ સુમરાએ હિંમતભાઈના દિકરાને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે.
બાળકી સારવારમાં
મોરબીના નવલખી ફાટક પાસે આવેલી ઘુચરની વાડી વિસ્તારમાં સિલ્વરપાર્કમાં રહેતા ભરતભાઇ ડાભીની ૧૧ વર્ષની દીકરી મોનિકાબેન સાયકલ લઈને જતી ત્યારે સિમેન્ટના બનેલા રોડ ઉપર તે સાયકલ સહિત પડી જતા ઇજાઓ થવાથી હાલમાં મોનિકાબેન ભરતભાઈ ડાભી નામની ૧૧ વર્ષીય બાળકીને અહિંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”