મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અજાણ્યા વૃદ્ધનું મોત,વાલીવારસોની શોધખોળ
મોરબીની એલ.ઈ. કોલેજના ઐતીહાસીક બીલ્ડીંગની જાળવણી બાબતે મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરતાં ધારાસભ્ય મેરજા
SHARE
મોરબીની એલ.ઈ. કોલેજના ઐતીહાસીક બીલ્ડીંગની જાળવણી બાબતે મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરતાં ધારાસભ્ય મેરજા
મોરબીની લખધીરસિંહજી એન્જિન્યરિંગ કોલેજનું મકાન જે તે વખતના રાજવીએ પોતાનો પેલેસ આપીને તેમાં સને ૧૯૫૧ માં ઇજનેર કોલેજ ચાલુ કરાવી હતી. એલ.ઈ. કોલેજ જે તે વખતે દેશની પ્રથમ ૧૦ ઈજનેરી કોલેજો પૈકીની એક ગણાતી હતી. આ કોલેજમાં સને ૧૯૭૫ થી ૧૯૮૨ સુધી અભ્યાસ કરી ગયેલા વિધાર્થીઓનું એક ગ્રુપ કે જે લેન્કો પરિવાર તરીકે કાર્યરત છે તે ગ્રુપના વિનોદભાઇ રાડદિયા, એન.આર. હુંબલ, ગોવિંદભાઇ પ્રજાપતિ, નારણભાઈ ઘાડીયા, વલ્લભભાઈ વાછાણી, હસમુખભાઇ ઉભડિયા, ઇંદ્રવિજયસિંહ જાડેજા, માધવજીભાઇ રબારા વિગેરેનું એક પ્રતિનિધિ મંડળને સાથે રાખીને મોરબી-માળીયા (મીં) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ આ કોલેજના જૂના ઐતિહાસિક મકાનની જાળવણી અને મરામત કરવા મુખ્યમંત્રી રૂપાણીની પ્રત્યક્ષ મુલાકાત લઈ વિગતે રજૂઆત કરી હતી. ખુદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ મોરબીની એલ.ઈ. કોલેજનો જે તે વખતનો દબદબો ગૌરવભેર યાદ કરી આ બાબતે ઘટતું કરવા હૈયા ધારણા આપી હતી .
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”