“સાચી શ્રદ્ધાંજલિ”: મોરબીના ચકમપર ગામે પરિવારજનની સ્મૃતિમાં કરશે રોપનું વિતરણ
લો બોલો, ટંકારાની સરકારી હોસ્પિટલમાં ૧૮ વર્ષથી એમ.ડી. ડોક્ટર નથી !
SHARE
લો બોલો, ટંકારાની સરકારી હોસ્પિટલમાં ૧૮ વર્ષથી એમ.ડી. ડોક્ટર નથી !
રાજ્યના રાજ્યપાલ મહામહીમ આચાર્ય દેવવ્રતજીના ગુરૂ વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આર્ય સમાજના સ્થાપક ઋષિ દયાનંદ સરસ્વતીની જન્મ ભુમી ટંકારામાં સરકારી હોસ્પિટલા છે પરંતુ તે શોભના ગાંઠિયા સમાન છે કેમ કે, સરકારી હોસ્પિટલમાં ૧૮ વર્ષથી એમ.ડી. ડોક્ટર નથી.
અત્યાર સુધીમાં ટંકારામાં ઇન્દિરા ગાંધી, અટલબિહારી વાજપેયી, વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, દેશભક્ત શ્યામજી કૃષ્ણ વર્મા, હાલ બિજેપી સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ જે. પી. નડ્ડા, એમડીએચ મશાલાવાળા ધર્મપાલ ગુલાટી સહિત અનેક નામી અનામી લોકો આવી ગયા છે તે ટંકારાના લોકોને આજની તારીખે પણ આરોગ્ય લક્ષી સેવા માટે હેરાન થવું પડે છે કેમ કે, એક લાખની વસતિ ધરાવતા ટંકારામાં સરકારી હોસ્પિટલ તો બનાવી દેવામાં આવી છે જો કે, તેમાં એમડી ડોકટર છેલ્લા ૧૮ વર્ષથી મૂકવામાં આવેલ નથી જેથી સરકારી દવાખાનું જ માંદગીના બિછાને પડ્યુ હોય તેવો ઘાટ છે. આટલું જ નથી ગાયનેક નથી, ઓર્થોપેડિક ડોક્ટર નથી ત્યારે વહેલમાં વહેલી તકે ઘટતા ડોકટરો મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”