મોરબી જીલ્લામાં ખેડૂતોએ પીએમ કિશન નિધિના હપ્તા ન મળતા હોય તો ?
મોરબી જિલ્લાની આઇ.ટી.આઇ.માં વિવિધ કોર્ષમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ
SHARE
મોરબી જિલ્લાની આઇ.ટી.આઇ.માં વિવિધ કોર્ષમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ
ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ, નિયામકશ્રી રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જીલ્લાની સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓ (આઇ.ટી.આઈ) મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા, માળીયા(મી.) ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/વ્યવસાયો પ્રવેશ મેળવવા માટે તા.૦૩/૦૭/૨૦૨૧ના રોજથી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઇ ગયેલ છે.
આઇ.ટી.આઈ.ના વિવિધ કોર્ષ/વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવાર પોતાનું ઓનલાઈન પ્રવેશફોર્મ https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પર તેમજ તેમના રહેઠાણની નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રૂl. ૨૦/- ભરીને ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે. ઓનલાઈન પ્રવેશફોર્મ ભર્યા બાદ તેની પ્રિંન્ટઆઉટ કાઢી તેમાં જે સંસ્થા માટે ફોર્મ ભરવાનું હોય તેની વિગતો ભરી જરુરી લાયકાતના સ્વપ્રમાણીત પ્રમાણપત્રોની નકલો સાથે જે તે નજીકની સરકારી આઈ.ટી.આઈ ખાતે રૂ.૫૦/-ફોર્મ/આઇ.ટી.આઈ દિઠ રજીસ્ટ્રેશન ફી ભરી તે અંગેની પહોચ મેળવી લેવાની રહેશે. ઉમેદવારોની સુવિધા માટે જે તે નજીકની આઈ.ટી.આઈ ખાતે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. તેમજ પ્રવેશ અંગેના માર્ગદર્શન માટે સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી પ્રવેશ માર્ગદર્શન કાઉન્ટર કાર્યરત રહેશે.