મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક સમસ્યા કાયમી ઉકેલ લાવવા એસપીને રજૂઆત મોરબીની હરિહરનગર સોસાયટીમાં ગીતા જયંતીની ઉજવણી કરાઇ મોરબીના રવાપર ગામે તબેલામા રાખેલ મગફળીના ભુક્કામાં આગ લગતા દોડધામ મોરબી પાલિકાના મોટા બાકીદારોનું ત્રીજું લિસ્ટ જાહેર: 21 આસામી ડીફોલ્ટર મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતિની ઉજવણી કરાઇ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી કુબેરનગરના સ્ટ્રોમ વોટરના પાઈપલાઈનની ચાલુ કામગીરીનું નિરીક્ષણ કરતાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા


SHARE











મોરબી કુબેરનગરના સ્ટ્રોમ વોટરના પાઈપલાઈનની ચાલુ કામગીરીનું નિરીક્ષણ કરતાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા

મોરબી નગરપાલિકા દ્વારા રસ્તાઓ, વરસાદી પાણીના નિકાલ, વોંકળા સાફ સફાઈ, દીવાબતી, સ્વચ્છતા વિગેરેના કામો જુદા જુદા સ્થળોએ પૂરજોષમાં ચાલુ છે. તે પૈકી વોર્ડ નં.૧ માં કુબેરનગરમાં સ્ટ્રોમ વોટર નિકાલની ચાલી રહેલ પાઇપલાઇનની કામગીરીનું બ્રિજેશ મેરજાએ સ્થાનિક કાઉન્સિલરો અને કાર્યકરોને સાથે રાખી નિરીક્ષણ કર્યું હતું. અંદાજે રૂા.૬૫ લાખના ખર્ચે મહેન્દ્રપરા, અંબિકાનગર, કુબેરનગરના સ્ટ્રોમ વોટર નિકાલ માટેની યોજના ઝડપભેર પૂર્ણ થાય તે માટે ધારાસભ્ય તેમજ નગરપાલિકાના બાંધકામ સમિતિના અધ્યક્ષ દેવાભાઈ અવાડિયાએ ખાસ રસ લઈ ચોમાસામાં આ વિસ્તારમાં વસવાટ કરતાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતું હતું તે અટકાવવા પ્રયાસો હાથ ધર્યા છે.

પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય અનિલભાઈ મહેતા, બ્રહ્મ સમાજના આગેવાન ભૂપતભાઈ પંડયા, કાઉન્સિલર રાજેશભાઇ રામાવત, મોરારજીભાઇ કણઝારીયા, અમિતભાઈ ગામી અને સ્થાનિક કાર્યકરો પરેશભાઈ મહેતા, ભરતસિંહ પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. મોરબી પાલિકાની પાવડી શાખાના ચેરમેન દેવાભાઇ અવાડિયાએ આ તકે એમ જણાવ્યું હતું કે કુબેરનગરના આ ૩૦ વર્ષ જૂનો પ્રશ્ન ધારાસભ્ય બ્રિજેશ મેરજાની દરમિયાનગીરીથી ઉકેલાય રહ્યો છે. કુબેરનગરનો પીવાના પાણીનો પ્રશ્ન અને લાઇટનો પ્રશ્ન પણ ઉકેલાઈ ગયો છે.આમ  વોર્ડ નંબર ૧ ના જાગૃત કાઉન્સિલરો અને સ્થાનિક કાર્યકરોની સજાગતાથી તેમજ નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ દ્વારા યુધ્ધના ધોરણે હાથ ધરાઇ રહેલ કામગીરીની ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સરાહના કરી હતી.




Latest News