મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક સમસ્યા કાયમી ઉકેલ લાવવા એસપીને રજૂઆત મોરબીની હરિહરનગર સોસાયટીમાં ગીતા જયંતીની ઉજવણી કરાઇ મોરબીના રવાપર ગામે તબેલામા રાખેલ મગફળીના ભુક્કામાં આગ લગતા દોડધામ મોરબી પાલિકાના મોટા બાકીદારોનું ત્રીજું લિસ્ટ જાહેર: 21 આસામી ડીફોલ્ટર મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતિની ઉજવણી કરાઇ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના એરપોર્ટની કમ્પાઉન્ડ વોલનું કામ શરૂ કરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાની તંત્રને સૂચના


SHARE











મોરબીના એરપોર્ટની કમ્પાઉન્ડ વોલનું કામ શરૂ કરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાની તંત્રને સૂચના

મોરબીએ ઓધ્યોગિક શહેર છે ભૂતકાળમાં પોટરી અને નળીયા ઉધ્યોગ માટે તેમજ વર્તમાનમાં ઘળીયાળ અને સિરામિક ઉધ્યોગ માટે તેમજ પેપર મિલ, સનમાઇકા તેમજ અનેક ઉધ્યોગોથી ધમધમતું થયેલું મોરબી સૌરાષ્ટ્રનું આર્થિક નગર બની ગયું છે તે જોતાં મોરબીના રાજાશાહી વખતના જૂના એરપોર્ટને પુનઃજીવિત કરી વિમાની સેવા આપવા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વિધાનસભામાં અનેક વખત માંગણી કરેલી અને તે દિશામાં ગુજરાત સરકારે આ રાજાશાહી વખતના જૂના એરોડ્રામને ૪૦ કરોડના ખર્ચે પુનઃ જીવિત કરવા મંજૂર કરેલું છે

આ યોજનાના ભાગરૂપે એરપોર્ટ માટે પ્રથમ તબક્કામાં કમ્પાઉન્ડ વોલના કામ માટે રૂપિયા કરોડના ટેન્ડરને મંજૂરી પણ મળી ગઈ છે અને એજન્સી પણ નક્કી કરી દેવામાં આવી છે હાલ જંગલ કટિંગ થઈ રહ્યું છે ત્યાં તાકીદે બાંધકામ હાથ ધરવા માર્ગ મકાન વિભાગના સ્થાનિક અધિકારીને તાકીદ કરી વિના વિલંબે મોરબીને એરપોર્ટ સુવિધા મળે તે માટે તંત્રને સૂચના આપી છે

 




Latest News