હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાયો
SHARE
હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ યોજાયો
ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા વિનામૂલ્યે બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું હતુ જેનો લાભ લઈને હળવદની જાહેર જનતા પોતાનું બ્લડ ગ્રુપ જાની શકી હતી ખાસ કરીને ઘણા લોકોને ખબર નથી હોતી કે, તેનું બ્લડ ગ્રૂપ કયું છે અને જ્યારે આ લોકોને ઈમરજન્સીમાં બ્લડની જરૂર પડે છે ત્યારે ઘણી મુશ્કેલી થાત હોય છે આ કેમ્પના આયોજન માટે હળવદની શ્રીજી લેબોરેટરીના કર્મચારીઓએ સહયોગ આપ્યો હતો અને ચરડવા વાળા વિશાલ નરેન્દ્રભાઇ ત્રિવેદીના સહકારથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેમ્પમાં ૨૮૦ જેટલા લાભાર્થીઓએ તેનું બ્લડ ગ્રૂપ ચેક કરાવ્યુ હતું આ કેમ્પમાં અતિથિ વિશેષ સ્વામિનારાયણ મંદિર જૂનું ટાવર વાળાના મહંત ભક્તિનંદન સ્વામી, લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપકદાસ મહારાજ, ઉમદા વિચાર આપનાર અશ્વિન ચૌહાણ તેમજ બ્રાહ્મણ ની ભોજનશાળાના ઉપ પ્રમુખ ગિરીશભાઇ જોષી હાજર રહ્યા હતા આ ગ્રૂપના પ્રમુખ અજુભાઈએ જણાવ્યું હતું કે હળવદમાં અમે સતત સેવાકીય પ્રવૃત્તિ કરતા રહીશું તો સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામીએ પ્રસંગોચિત આશીર્વચન આપ્યા હતા