ટંકારા તાલુકામાં લોકોને ગામડે જ ઈ-ગ્રામ અને ડિજિટલ સેવાસેતુથી ૫૫ સેવાઓ મળશે
મોરબી જિલ્લા પેન્શનર મંડળની કારોબારી બેઠકમાં ધારાસભ્ય મેરજા રહ્યા હાજર
SHARE
મોરબી જિલ્લા પેન્શનર મંડળની કારોબારી બેઠકમાં ધારાસભ્ય મેરજા રહ્યા હાજર
મોરબી જીલ્લામાં ૪૦૦૦ પેન્સનર સભ્યઓનું બનેલ મોરબી જિલ્લા પેન્શનર મંડળની કારોબારી સમિતિની લાલબાગ સેવાસદન ખાતે મળેલ હતી આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહી મોરબી-માળીયા(મિં.) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મંડળની કામગીરીને બિરદાવી હતી
મોરબી ભાજપ અગ્રણી ચંદુભાઈ હુંબલે આ તકે ધારાસભ્યની આવા નાના કાર્યક્રમમાં પણ ઉપસ્થિતિને બિરદાવી હતી અને પેન્શનર સમાજના અગ્રણીઓ લખીરામ રામાવાત, મેવાડાભાઇ, દવેભાઇ ઝાલાભાઇ વિગેરેએ ધારાસભ્યને આવકાર્યા હતા. જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ જીવણભાઈ ડાંગરે ધારાસભ્યનું પુષ્પગુચ્છ અને સાલ ઓઢાળી બહુમાન કર્યું હતું. અને જીવનનું આયખું લોકો કાજે સરકારી સેવામાં જુદાજુદા ક્ષેત્રમાં નોકરી કરીને નિવૃત થયેલા સિનિયર સિટીઝન પરત્વે ધારાસભ્યએ આદરભાવ વ્યક્ત કરીને મંડળના પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી અને કોઇપણ નોકરી કરતી વ્યક્તિની નિવૃતિ સુનિશ્વિત હોય છે પરંતુ નિવૃતિને પ્રવૃતિમાં બદલાવીને પેન્શનર એવા સિનિયર સિટીઝનોએ સામાજિક પ્રદાન માટે કાર્યરત રહેવાથી સ્વાથ્ય પણ જળવાશે.
આ તકે જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ જીવણભાઈ ડાંગરે એવું જણાવ્યુ હતું કે કોઇ ધારાસભ્ય આ રીતે પેન્શનર મંડળને સામેથી મળવા આવ્યા હોય એવું પ્રેરક ઉદાહરણ આપણા બ્રિજેશભાઈ મેરજાએ પૂરું પાડીને આપણને પ્રોત્સાહન આપ્યું છે.પેન્શનર મંડળની મકાનની સુવિધા બાબતે રજૂઆત થતાં ધારાસભ્યએ સ્થળ ઉપરથી જ માર્ગ-મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર હિતેષભાઈ આદ્રોજા સાથે પરામર્શ કરીને વહેલી તકે પેન્શનર મંડળને સુવિધાયુક્ત અને સગવડતાભર્યું મકાન ફાળવવાની તજવીજ હાથ ધરવી એમ જણાવ્યુ હતુ.