મોરબી જોધપર પાસે ટાઇલ્સના કારખાનાના કવાર્ટરમાં મજૂર યુવાને કર્યો આપઘાત
મોરબીના સિરામિક ઉદ્યોગકાર સાથે છેતરપિંડીના ગુનામાં પકડાયેલા સુરતના બે શખ્સોની સામે ૪.૧૩ લાખની છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધાઈ
SHARE
મોરબીના સિરામિક ઉદ્યોગકાર સાથે છેતરપિંડી કરીને માલ માંગવી લીધા બાદ રૂપિયા નહીં આપવાના ગુનામાં અગાઉ પકડાયેલા બે શખ્સોની સામે હાલમાં વધુ એક વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો છે જેમાં મોરબીના પીપળી પાસે આવેલ સિરામિક કારખાનાના માલિક અને સ્ટાફને વિશ્વાસમાં લઈને સુરતના શખ્સો દ્વારા ટાઇલ્સના ૧૭૫૦ બોક્ષ મંગાવવામાં આવ્યા હતા જેના બિલના રૂપિયા ૪.૧૩ લાખ નહિ આપીને કારખાનેદાર સાથે સુરતના શખ્સે વિશ્વાસઘાત કરેલ છે જેથી કરીને કારખાનેદાર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે માટે પોલીસે વિશ્વાસઘાત અને છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે વિસ્તારમાં ફ્લોરમાં રહેતા કાલિદાસ ઉર્ફે કાળુભાઇ જાદવજીભાઇ માકસણા (૩૪)એ હાલમાં નિલેશભાઇ સાવલીયા અને જગદીશભાઇ જોગાણી સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કે, ગત તા ૧/૯ થી લઈને અત્યાર સુધીમાં આરોપીઓએ પીપળી ગામની સીમમાં આવેલ સેફોન સિરામિક નામના કારખાનેથી ટાઇલ્સના ૧૭૫૦ બોક્ષ લીધા હતા જેના બિલના રૂપિયા ૪,૧૩,૮૨૬ નહિ આપીને કારખાનેદાર સાથે વિશ્વાસઘાત કરેલ છે જેથી કરીને કારખાનેદારે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં મોરબી તાલુકા પોલીસે ઇ.પી.કો. કલમ-૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ વિશ્વાસઘાત અને છેતરપીંડીની કાર્યવાહી ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ આરોપીઓ દ્વારા અગાઉ બેલા ગામ પાસે આવેલ સિરામિકના માલિક સાથે છેતરપીંડી કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે થોડા દિવસો પહેલા તેની ધરપકડ કરી હતી હવે આ વધુ એક ગુનો આ શખ્સોની સામે નોંધાતા પોલિસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”