મોરબીના ડ્રિમલેન્ડ રિસોર્ટની “જન્માષ્ટમી ઓફર”: 299 માં એન્ટ્રી-સ્પેશિયલ મેનુ સાથે અનલિમિટેડ ફૂડ
મોરબીના વણકરવાસ, વાલ્મિકી વાસ, રબારીવાસમાં વેકસીનેશનની ૧૦૦% કામગીરી પૂરી
SHARE
મોરબીના વણકરવાસ, વાલ્મિકી વાસ, રબારીવાસમાં વેકસીનેશનની ૧૦૦% કામગીરી પૂરી
મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શ્રમિક વર્ગ, સફાઈ કામદારો રસી મુકાવે અને કોરોના સામે પોતાનું અને પોતાના પરિવારનું રક્ષણ કરી શકે તેવા ઉમદા હેતુથી પુનઃ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અત્યાર સુધીમાં ૧૦૨૨ લોકોનું સફળતા પૂર્વક વેકસીનેશન કરાયુ હતું અને આ સાથે આ વિસ્તારોમાં ૧૦૦% વેકસીનેશનની કામગીરી સંપૂર્ણ કરાવીને લોકોને કોરોનાથી રક્ષણ આપ્યું છે શહેરના શ્રમિક વિસ્તાર ગણાતા વણકરવાસ, વાલ્મિકી વાસ, રબારીવાસ સહિતના વિસ્તારોમાં આરોગ્ય વિભાગના સહયોગથી રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેને સફળ બનાવવા માટે દેવેનભાઈ રબારી અને તેની ટીમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તકે મોરબી જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા, વોર્ડ નંબર ૧૩ના કાઉન્સિલર ભાનુબેન નગવાડિયા અને ભવિકભાઈ ભરતભાઇ જારીયાએ હાજરી આપી હતી