શા માટે મોરબીની અવનિ ચોકડીએ કર્યો હતો વૃધ્ધ દંપતીએ સજોડે આપઘાત ?
SHARE
શા માટે મોરબીની અવનિ ચોકડીએ કર્યો હતો વૃધ્ધ દંપતીએ સજોડે આપઘાત ?
મોરબીની અવની ચોકડી પાસે આવેલ શ્યામ પાર્કની અંદર રહેતા વૃધ્ધ દંપતીએ પોતાના ઘરની અંદર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને બંનેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલે લઈને ગયા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને તપાસમાં એવી હક્કિત સામે આવી છે કે બીમારીથી કંટાળીને વૃધ્ધ દંપતીએ આપઘાત કર્યો છે
મોરબી શહેરની અવની ચોકડી પાસે આવેલ શ્યામ પાર્કની અંદર રહેતા હરસુખભાઈ અમરશીભાઈ કોટડીયા (૫૯) અને તેના પત્ની હીરાબેન હરસુખભાઈ કોટડીયા (૫૩)એ પોતાના ઘરની અંદર શુક્રવારે ઝેરી દવા પી લીધી હતી જેથી તે બંનેના ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યા હતા ત્યાર બાદ બંનેના મૃતદેહોને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા અને મોરબી સીટી એ ડીવીઝન પોલીસને બનાવની જાણ કરવામાં આવતા આગળની તપાસ વી.પી.છાસીયાએ કરી હતી અને તેને માહિતી આપતા જણાવ્યુ છે કે, હરસુખભાઈ અમરશીભાઈ કોટડીયાને બીપીની બીમારી હતી અને તેના પત્ની હીરાબેન હરસુખભાઈ કોટડીયાને મણકાની બીમારી હતી જે બીમારીથી કંટાળીને આ વૃધ્ધ દંપતીએ આપઘાત કર્યો છે