મોરબી જીલ્લામાં સરકારી જમીન ઉપર દબાણ કરનારા ભાજપના મહામંત્રી સહિતના છ આરોપી જેલ હવાલે
મોરબીના ખરેડા ગામે "મારું ગામ, હરિયાળું ગામ" ઝુંબેશ અંતર્ગત બુધવારે નિઃશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમ
SHARE

"મારું ગામ, હરિયાળું ગામ" ઝુંબેશ અંતર્ગત મધૂરમ ફાઉન્ડેશન-મોરબીના સૌજન્યથી મોરબીના ખરેડા ગામે તારીખ ૨૩-૬ ને બુધવારના સવારે ૯:૩૦ વાગ્યાથી કન્યાશાળા ખાતે વહેલો તે પહેલોનાં ધોરણે નિઃશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમ રાખેલ છે.આ કાર્યક્રમ અંતર્ગત ગામવાસીઓને જામફળ, સીતાફળ, દાડમ, રાવણા, જાંબુ, આમળા, ગુંદા, અરીઠા, અરડુસી, બોરસલી, પારિજાત, સીસુ, વિકળો, રાયણ વગેરેના છોડ મળશે. આ અભિયાનમાં સહયોગી સંસ્થા તરીકે નવરંગ નેચર કલબ -રાજકોટ (મો.81606 39735) તથા વનસ્પતિ બીજબેંક મોરબી સામેલ છે.આ વિતરણ દરમ્યાન મોરબી બીજબેંક દ્વારા કરંજ, પીલુ, દેશી બાવળ, આસિત્રો, ગરમાળો, ગુલમહોર, ગોરસઆમલી, ફાલસા, બહેડા, સરગવો, સિંદૂરી, સીતાફળ, ગલકા, સફેદ ચણોઠી, લાલ ચણોઠી વગેરે બીજનું વિના મૂલ્યે વિતરણ કરાશે.વધારે વિગત માટે પ્રાણજીવન કાલરીયા (મો.94262 32400) ઉપર ફોન કે વોટ્સએપ કરી શકો છો. લાભાર્થીઓને આ વિતરણનો બહોળા પ્રમાણમાં કોરોના પ્રોટોકોલનાં ચુસ્ત અમલ સાથે લાભ લેવા આયોજકોએ અપીલ કરેલ છે.