મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ઘર પાસેથી બાઈકની ચોરીન ગુનામાં પોલીસે ચોરાઉ મુદામાલ સાથે આરોપીને દબોચ્યો મોરબીમાં નવયુગ ગ્રૂપે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓનું હર્ષ અને ઉમંગથી કર્યું સ્વાગત મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં માધાપરના ઝાંપા પાસેથી ૯ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો


SHARE











મોરબીમાં માધાપરના ઝાંપા પાસેથી ૯ બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો

મોરબીમાં માધાપરના ઝાંપા પાસે આવેલ કોમ્પલેક્ષ નજીકથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની નવ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૯૦૦૦  રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના માધાપર જાપા પાસેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નવ બોટલો મળી આવી હોય પોલીસે ૯૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અર્જુનસિંહ દિલુભા ઝાલા જાતે દરબાર (૩૦) રહે. મહારાણા પ્રતાપ સોસાયટી સામાકાંઠે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી અંકિત અરુણભાઈ મોચી રહે. વાવડી રોડ સોમૈયા સોસાયટી મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂ

વાંકાનેર તાલુકાના ઢુવાથી માટેલ તરફ જતા રસ્તા ઉપર સોમાણી ફાઈન સિરામિક સામેના ભાગમાં સ્થાનિક પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે મહિલા બુટલેગર ૧૦૦ લિટર દેશી દારૂના જથ્થા સાથે મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને મહિલા બુટલેગર વિજુબેન હરજીભાઈ માથાસુરિયા જાતે દેવીપુજક (૩૧) રહે. ઢુવા ગામની સીમ તાલુકો વાંકાનેર મૂળ રહે. સૂરજદેવળ તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News