મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ઘર પાસેથી બાઈકની ચોરીન ગુનામાં પોલીસે ચોરાઉ મુદામાલ સાથે આરોપીને દબોચ્યો મોરબીમાં નવયુગ ગ્રૂપે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓનું હર્ષ અને ઉમંગથી કર્યું સ્વાગત મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા કક્ષાની RBI ક્વિઝ સ્પર્ધા બી.આર.સી ભવન ખાતે યોજાઈ


SHARE











મોરબીમાં જિલ્લા કક્ષાની RBI ક્વિઝ સ્પર્ધા બી.આર.સી ભવન ખાતે યોજાઈ

નાણાકીય સમાવેશન અને વિકાસ વિભાગ ભારતીય રિઝર્વ બેન્ક અમદાવાદ દ્રારા જિલ્લા કક્ષાની નાણાકીય સાક્ષરતા પર અખિલ ભારતીય કવિઝ ૨૦૨૩ નું આયોજન મોરબી બીઆરસી ભવન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ટંકારા તાલુકાની સજનપર  પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે અને માળીયા તાલુકાની મોટા દહીંસરા કન્યા પ્રાથમિક શાળાએ દ્વિતીય ક્રમ તેમજ હળવદ તાલુકાની ઢવાણા માધ્યમિક શાળાના વિધાર્થીઓએ ત્રીજો ક્રમ મેળવેલ છે આ ક્વિઝમાં જનરલ નોલેજ, આર.બી.આઈ./બેન્કિંગ રિલેટેડ પ્રશ્નો, ફાઈનાંસિયલ ઈન્સ્ટિટ્યુશનને લગતા પ્રશ્નો, G20  અંતર્ગત પ્રશ્નો જેવા વિવિધ રાઉન્ડ સામેલ હતા. જેમાં જિલ્લા કક્ષાની સ્પર્ધા હોઈ પ્રશ્નોનું લેવલ પણ વિદ્યાર્થીઓની ઉચ્ચતમ બૌધિક ક્ષમતા માગી લે તેવું હતું. જેમાં ભાગ લેનાર શાળાઓના શિક્ષકોએ ખૂબ રસ પૂર્વક બાળકોને ક્વિઝ માટે તૈયાર કર્યા હોવાનું પ્રતીત થતું હતું. આ જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાંથી  આસિસ્ટન્ટ મેનેજર રવીન્દ્ર કરાલે તથા એલસીએમ સુરેન્દ્ર ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને વિજેતા ટીમોને સર્ટિફિકેટ તથા શિલ્ડ વડે સન્માનિત કરાયા તેમજ ભાગ લેનાર દરેકને આરબીઆઈ દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા અને મદદનીશ પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર પ્રવિણભાઇ ભોરણીયાના નિર્દેશનમાં બીઆરસી ચિરાગભાઈ આદ્રોજા, બાબુલાલ દેલવાડિયા,વિરલભાઈ સાણજા તથા ટીમ દ્વારા સમગ્ર ક્વિઝનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.






Latest News