હળવદ તાલુકાનાં રણમલપુરમાં કોંગ્રેસ-ભાજપ છોડીને ૫૦ કાર્યકરો “આપ”માં જોડાયા
SHARE
હરેશભાઈ પરમાર દ્વારા, મોરબી જિલ્લાના હળવદ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ટીમમાં લોકોને જોડાવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને હળવદ તાલુકાના રણમલપુર ગામેએ મિટિંગ રાખવામા આવી હતી જેમાં ૫૦ યુવાનો કોંગ્રેસ અને ભાજપ છોડીને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા તમામ કાયૅકરોને આમ આદમી પાર્ટીની ટોપી અને ખેસ પહેરાવીને જિલ્લાના આગેવાનોએ આવકાર્ય હતા
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો દોડતા થઈ ગયા છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા સંગઠન મજબૂત કરવા માટે કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં જોડાવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા રણમલપુર ગામે શક્તિ માતાજીના મંદિર ખાતે મિટિંગ રાખવામા આવી હતી ત્યારે કોંગ્રેસ અને ભાજપનો સાથ છોડીને ૫૦ જેટલા યુવાનો વડીલો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તમામ કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીના જિલ્લાના હોદ્દેદારોએ ખેસ પહેરાવી આવકાર્ય હતા આ તકે મોરબી જિલ્લાના ગોકળભાઈ ભરવાડ, ભરતભાઈ બારોટ, યોગેશ રંગપરીયા, હળવદ તાલુકા પ્રમુખ દાજીભાઈ રાજપુત, મહામંત્રી વિપુલભાઈ રબારી, યુવા પ્રમુખ હિતેશભાઈ વરમોરા, યુવા સંગઠન મંત્રી દિપભાઈ પારેજીયા, હળવદ શહેર પ્રમુખ હિમાંશુભાઈ રાવલ, હિતેશભાઈ મકવાણા, હિરાભાઈ સોલંકી સહિતના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં