મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી કાર અને ઘર પાસેથી બાઈકની ચોરીન ગુનામાં પોલીસે ચોરાઉ મુદામાલ સાથે આરોપીને દબોચ્યો મોરબીમાં નવયુગ ગ્રૂપે નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓનું હર્ષ અને ઉમંગથી કર્યું સ્વાગત મોરબીના મહેન્દ્રનગર ગામે પાણીના ધાંધીયા, કમિશનરને કરાઇ રજૂઆત ટંકારાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના વિવાદમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને તેના ભત્રીજાની હત્યા મોરબીના વાવડી રોડે રહેતા વૃદ્ધાને મરવા મજબુર કરવાના કેસમાં ૩ મહિલા સામે કાર્યવાહી, ૩ ને શોધવા કવાયત મોરબી જિલ્લામાં લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાનનો સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી શુભારંભ કરાયો હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોરની ભરતી કરાશે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના નવલખી ફાટકે ઓવરબ્રીજના લોકાર્પણ પહેલા જ પોપડા પાડવાનું શરૂ !


SHARE











મોરબીના નવલખી ફાટકે ઓવરબ્રીજના લોકાર્પણ પહેલા જ પોપડા પાડવાનું શરૂ !

મોરબીના નવલખી ફાટક પાસે ઓવરબ્રીજ બનાવવામાં આવેલ છે તેનું લોકાર્પણ પણ હજુ કરવામાં આવ્યું નથી ત્યાં પીઆઇએલ ઉપરથી પોપડા પાડવા લાગ્યા છે ત્યારે આ પૂલની ગુણવતા સામે સવાલો ઉઠવા લાગ્યા છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી ફટકે ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે કરોડોના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે અને આ ઓવરબ્રિજનું હજુ તો લોકાર્પણ કરવામાં આવ્યું નથી ત્યાં તેના ઉપરથી વાહનો ચાલવા લાગ્યા છે તેવામાં ઓવરબ્રિજ નીચેથી ગામડા તરફ જવાનો જે રસ્તો છે ત્યાં ગુરુવારે ઉપરથી બ્રિજના જોઈન્ટમાંથી બંધકામના પોપડા પડ્યા હતા જો કે સદનસીબે ત્યારે નીચેથી કોઈ વાહન કે રાહદારી પસાર થતાં ન હતા જેથી કરીને મોટી ઘટના સહેજમાં ટળી છે જો કે, આ પુલની ગુણવતા સામે હાલમાં સવાલો ઉઠવા લાગેલ છે જો કે, હજુ પના કેટલાક પોપડા લટકી રહ્યા છે તે કોઇની સામે જીવલેણ સાબિત ન થાય તે પહેલા યોગ્ય કામ કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે






Latest News