મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૦૩ દર્દીઓએ લાભ લીધો​​​​​​​ 


SHARE





























મોરબીના જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૦૩ દર્દીઓએ લાભ લીધો 

રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં અવાયું હતું અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-રાષ્ટ્રીય મહિલા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.મુક્તાબેન મકાણી તથા એએચપી અગ્રણી જગદીશભાઈ વાડોદરીયાની પ્રેરક ઉપસ્થિતીમા નિ:શુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો જેનો ૩૦૩ દર્દીઓએ લાભ લીધો હતો અને ૧૬૩  લોકોના તા ૫ ના રોજ વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવશે

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૧૦  સોમવારના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૩૦૩ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૬૩ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન તા ૫ ના રોજ કરવામા આવશે. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી  હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે આવતીકાલે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.

કેમ્પને સફળ બનાવવા જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી અને દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. અને કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. આગામી ૪ તારીખે દીવાળીનો પાવન પર્વ હોય, કેમ્પની તારીખમા ફેરફાર થશે તેવું આયોજકોએ જણાવ્યુ છે અને વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮ નો સંપર્ક કરવા જણાવ્યુ છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત બે માસ દરમિયાન યોજાયેલ કેમ્પમા કુલ ૬૬૨ લોકો એ લાભ લીધો હતો તેમજ ૨૬૧ લોકો  ના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા, અને હાલના કેમ્પમા કુલ ૩૦૩ દર્દીઓએ લાભ લીધો હતો તેમજ કુલ ૧૬૩ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવામા આવશે.
















Latest News