મોરબીના વીસીપરામાં એકલવાયા જીવનથી કંટાળી ગળાફાંસો ખાતા યુવાનનું મોત
SHARE
મોરબીના વીસીપરામાં એકલવાયા જીવનથી કંટાળી ગળાફાંસો ખાતા યુવાનનું મોત
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાને એકલવાયા જીવનથી કંટાળીને તેના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હોવાનું હાલમાં જાણવા મળેલ છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વીસીપરા વિસ્તારમાં રહેતા મનસુખ પ્રેમજીભાઈ ઉઘરેજા નામના ૩૫ વર્ષના યુવાને ગતરાત્રિ દરમિયાન ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાતા હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી જાણ કરવામાં આવેલ હોય મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના વિ.ડિ.મેતાએ બનાવ સંદર્ભે આગળ તપાસ હાથ ધરતા ખૂલ્યું હતું કે, મૃતક મનસુખભાઈ કોળી છેલ્લા દસ વરસથી એકલા રહેતા તેમના પત્ની સાથે છુટાછેડા થયા બાદ તેઓ એકલા જ રહેતા હોય અને એકલવાયા જીવનને પગલે તેમણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતુ. મૃતક મનસુખભાઈના માતા પણ ગુજરી ગયેલા છે અને હાલ તેના પિતા અને ભાઈઓ બાજુમાં રહેતા હોય અને પોતે અલગ એકલા જ રહેતા હોય એકલવાયા જીવનથી કંટાળીને તેમણે ઉપરોકત પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું છે.
જુગાર રમતા ત્રણ પકડાયા
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા અશોક જયંતી કોળી (૩૭), કરણ રમેશ કોળી (૨૩) અને રવિ સવજી કોળી (૨૬) રહે.ખડિયાપરા વીસીપરા વાળાઓ જાહેરમાં જુગાર રમતા હોય ત્રણેયની રોકડા રૂપિયા ૧૦૩૦ સાથે ધરપકડ કરીને ગુનો નોંધવામાં આવેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
માળિયા મિંયાણાના મણાબા ગામે રહેતા મનસુખભાઇ જશાભાઇ પરમાર નામના પચાસ વર્ષીય આધેડ મોટર સાઈકલ લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેમના મોટર સાયકલ સાથે કૂતરૂ અથડાતા બાઇક પડી ગયુ હતુ જેમાં ઇજાઓ થવાથી મનસુખભાઈ પરમારને અત્રેની સાગર ઓર્થોપેડીક હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પોલીસે બનાવની નોંધ કરી તપાસ શરૂ કરી છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”