મોરબીના પંચાસર રોડ ઉપર યુવાન ઉપર છરી-ધોકા વડે હુમલો, ગુનો નોંધાયો
સરકાર માસ્ક દંડની રકમ ઘટાડવા માટે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરશે: મુખ્યમંત્રી
SHARE
રાજ્યમાં કોરોનાને કાબુમાં રાખવા માટે લોકોને ફરજિયાત માસ્ક પહેરવાનું કહેવામા આવે છે અને માસ્ક ન પહેર્યું હોય તો ૧૦૦૦ દંડ લેવામાં આવે છે ત્યારે દંડની રકમ ઘટાડવા અંતે ઘણી રજૂઆતો આવી હોવાથી રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સુચના મુજબ રાજ્ય સરકાર માસ્ક નહીં પહેરવા બદલ કરવામાં આવતા દંડની રકમ જે હાલમાં રૂપિયા ૧૦૦૦ છે તે ઘટાડીને રૂપિયા ૫૦૦ કરવા નામદાર હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સુચના અન્વયે રાજ્ય સરકાર આજે ગુજરાત હાઇકોર્ટમાં માસ્ક નહિ પહેરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા રજૂઆત કરશે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને માસ્ક નહિ પહેરવા બદલનો દંડ ૧૦૦૦ થી ઘટાડીને ૫૦૦ કરવા નામદાર ગુજરાત હાઈકોર્ટને અનુરોધ કરવા રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને સૂચના આપી છે. જેથી હાઇકોર્ટમાં માસ્ક નહિં પહેરવા બદલના દંડની રકમ ઘટાડવા માટે સરકાર રજૂઆત કરશે.