મોરબીના ગાંધીબાગમાં સ્વચ્છતા ઝુંબેશના ધજાગર થતાં હોવાની સીએમને રજૂઆત મોરબીમાં આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સિલિકોસિસ દર્દીઓ માટે ફિઝીયોથેરાપી કેમ્પ યોજાયો મોરબીમાં સોનલ બીજની કરાઈ ભવ્ય ઉજવણી મોરબી પાલિકા બિલ્ડિંગે મહાનગરપાલિકાનું બોર્ડ લાગ્યું મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ મીએ યોજાશે મોરબીના વિકાસ પાર્કમાં શ્યામ દરબારનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકા બનતા ઉદ્યોગકારો સહિતના લોકોનું મેટ્રો સિટી તરફનું સ્થળાંતર અટકશે, તૈયાર મિલકતોના ભાવમાં 30 થી 40 ટકા વધારો નિશ્ચિત મોરબી જિલ્લામાં દારૂની ચાર રેડ: 31 બોટલ દારૂ-20 બિયરના ટીન કબજે કરતી પોલીસે
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ નજીક દુકાનમાંથી દારૂની ૬૪૬ બોટલો-બીયરના ૧૨૦ ટીન સાથે એકની ધરપકડ


SHARE















વાંકાનેરના માટેલ નજીક દુકાનમાંથી દારૂની ૬૪૬ બોટલો-બીયરના ૧૨૦ ટીન સાથે એકની ધરપકડ

મોરબી જિલ્લા એલસીબીની ટીમ વાંકાનેર તાલુકાનાં માટેલ ગામ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે માટેલની સીમ આવેલ કયુરો વીટ્રીફાઇડ પાછળ દુકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની ૬૪૬ બોટલો અને બીયર ૧૨૦ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ તેમજ બિયર અને અન્ય મુદામાલ મળીને કુલ ૧,૫૬,૨૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને એક આરોપીની ધરપકડ કરેલ છે. 

મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે એલસીબીના પીએસઆઈ કે.એચ.ભોચીયા અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીઆઇ એમ.પી.પંડયાને મળેલ હક્કિત આધારે માટેલ ગામની સીમમાં લાકડધાર જતા રસ્તે કયુરો વીટ્રીફાઇડ સીરામીક પાછળ આવેલ વાડીના સેઢે હીતેષભાઇ ખીમજીભાઇ ચાવડાની કબજા વાળી દુકાનમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે આરોપી હીતેષભાઇ ખીમજીભાઇ ચાવડા (૨૧) રહે. માટેલ વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં ગોપાલભાઇ ગીંગોરા રહે. ઢુવા વાંકાનેર વાળાનું નામ સામે આવ્યું હતું. હાલમાં પોલીસે અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની ૬૪૬ બોટલો અને બીયર ૧૨૦ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ તેમજ બિયર અને એક મોબાઈલ સહિત કુલ ૧,૫૬,૨૦૦ નો મુદામાલ કબજે કર્યો છે અને બંને સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ છે. #morbitoday






Latest News