મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીની વન અપ સોસાયટીમાં કોન બનેગા જ્ઞાનપતિ કાર્યક્રમ યોજાયો


SHARE





























મોરબીની વન અપ સોસાયટીમાં કોન બનેગા જ્ઞાનપતિ કાર્યક્રમ યોજાયો

ભક્તિ અને શક્તિની આરાધનાના પર્વ દશેરાના પાવન પ્રસંગ નિમિત્તે એસ.પી.રોડ  ધ વન અપ નવરાત્રી મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિની થીમ જેમાં રામાયણમહાભારતવેદોગીતાજીહિન્દુ જીવન પદ્ધતિભારતીય સંસ્કૃતિના ઐતિહાસિક પાત્રોજેવા વિષયો વણી લઇ અને કોણ બનેગા જ્ઞાનપતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ આ કાર્યક્રમનો ખૂબ ઉત્સાહથી ભાગ લેતા તેઓને અવનવા ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનો વિચાર આયોજન અને કાર્યક્રમ પ્રસ્તુતકર્તા ડી.કે.બાવરવા અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી થાયપરિચિત થાય અને એ તરફ વાંચેવિચારે અને પ્રેરણા મેળવે તે હતો.આ માટે સ્પોનસરોએ ભારત માતાનો ફોટો. વ્યક્તિત્વ વિકાસની ભારતની મહાન નારીઓની પુસ્તીકાનો સેટ અન્ય બાળકોને ઉપયોગી ઘણીબધી ભેટો આપવામાં આવી જેમાં  નિલવાયર ઇન્ડસ્ટ્રીઝ દિવ્યેશભાઈ કલોલાસટેકટોન સિરામિક જગદીશભાઈ ભાડજા, B.H.M ઇમપોર્ટ એકસ્પોર્ટ કલ્પેશભાઈ કાલરીયાઓમ વિધાલય ટંકારા યોગેશભાઇ ઘેટિયાજયંતિભાઇ પારેજીયાદિલીપભાઈ બાવરવા વિગેરે સૌનો સહયોગ રહ્યો હતો તેમ આયોજકોએ જણાવેલ છે.
















Latest News