મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં યુવાનનું મોત
માળીયા (મી)ના ખાખરેચી ગામ નજીક રેલવે ટ્રેક ઉપર ટ્રેન હેડફેટે આવી જતા યુવાનનું મોત
SHARE
માળીયા (મી)ના ખાખરેચી ગામ નજીક રેલવે ટ્રેક ઉપર ટ્રેન હેડફેટે આવી જતા યુવાનનું મોત
માળીયા મિયાણાંના ખાખરેચી ગામે રહેતો માનસિક અસ્થિર યુવાને જમીને પોતાના ઘરેથી રાત્રિના સમયે નીકળી ગયો હતો ત્યારબાદ ગામ પાસેથી પસાર થતી રેલવે લાઈન ઉપર ટ્રેનની હડફેટે યુવાન ચડી ગયો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યાર બાદ આ બનાવની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા શૈલેષભાઈ વિઠ્ઠલભાઈ શંખેસરિયા (32) નામનો યુવાન ખાખરેચી ગામ પાસેથી પસાર થતી રેલ્વે લાઈનના ટ્રેક ઉપર ટ્રેનની હડફેટે આવી જતા તેને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ મહેશભાઈ વિઠ્ઠલભાઈ શંખેસરિયા (33)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન છેલ્લા ઘણા સમયથી માનસિક અસ્થિર હોય પોતે પોતાના ઘરેથી આજુબાજુમાં રખડવા માટે નીકળી જતો અને પોતાની રીતે ઘરે પરત આવી જતો હતો જો કે ગત તા. 22/11 ના રોજ જમીને રાત્રિના સમયે તે પોતાના ઘરેથી નીકળી ગયો હતો અને રાત્રિના સમયે રેલવે ટ્રેક ઉપર ટ્રેન સાથે અથડાઈ જતા ગંભીર ઇજા થવાના કારણે તેનું મોત નીપજ્યું છે આ અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે