મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ ગુજરાતમાં અફીણની ખેતીની મંજૂરી આપવા મોરબીમાં રહેતા આગેવાને કરી સીએમને રજૂઆત મોરબીમાં પુત્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી મોરબીમાં વૃદ્ધની 50 લાખની કિંમતની જમીન ઉપર દબાણ કરીને ખેતી કરનારા બંને આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ફાયરિંગ કરી મમુદાઢીની હત્યા: રફીક માંડવિયા, ઈમરાન ચાનીયા, આરીફ મિર સહિત ૧૩ સામે નોંધાયો ગુનો


SHARE





























મોરબીના ભક્તિનગર સર્કલ પાસે કર્યું હતું અંધાધુધ ફાયરીંગ: મૃતક મહમદ હનીફ ઉર્ફે મમુદાઢીના દીકરા મકબૂલે હાલમાં નોંધાવી ફરિયાદ: બે કારમાં આવેલા ૧૩ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો: મહમદ હનીફ નકુમ (૫૦)ને ઇજા થઇ હોવાથી હાલમાં રાજકોટ સારવારમાં હેઠળ: અગાઉ રફીક માંડવિયા અને મૃતક મમુદાઢી વચ્ચે ખાટકીવાસમાં થયો હતો ડખ્ખો

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ગત રાતે સાડા નવેક વાગ્યાના અરસામાં મમુદાઢીની કાર ઉપર અંધાધુધ ફાયરીંગ કરવામાં આવ્યું હતું ત્યારે કારમાં બેઠેલ હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીને મોઢાના ભાગે ગોળીઓ વાગી હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જો કે, કારમાં બેઠેલા અન્ય ચાર વ્યક્તિઓમાથી એકને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબી બાદ રાજકોટ લઈ જવામાં આવેલ છે અને હાલમાં પણ તેની સારવાર ચાલુ છે જો કે, ભક્તિનગર સર્કલ પાસે ફાયરિંગ કરીને હત્યાના બનાવમાં હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મૃતક મમુદાઢીના દીકરા મકબૂલે રફીક માંડવિયા, ઈમરાન ચાનીયા, આરીફ મિર સહિત ૧૩ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે જુદીજુદી દિશામાં ચક્રોગતિમાન કરેલ છે અને મોરબીના ખાટકીવાસ, મકરાણીવાસ અને કાલિકા પ્લોટ વિસ્તારમાં પોલીસ દ્વારા બંદોબસ્ત પણ રાખી દેવામાં આવ્યો છે

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે અંધાધુધ ફાયરીંગ કરીને હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીની હત્યાના ચકચારી બનાવમાં હાલમાં મૃતક હનીફભાઇ ઉર્ફે મમુદાઢીના દીકરા મકબુલ મહમદ હનીફ કાસમાણી (૨૫) રહે, તલાવડી શેરી, ખાટકીવાસ વાળાએ રફીકભાઇ રજાકભાઇ માંડવીયા, ઇમરાન ઉર્ફ બોટલ હનીફભાઇ ચાનીયા, આરીફ ગુલામભાઇ મીર, ઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચ, રીયાઝભાઇ રજાકભાઇ ડોસાણી, ઇરફાનભાઇ યારમામદ બ્લોચ, રમીજભાઇ હુસેનભાઇ ચાનીયા, મકસુદ ગફુરભાઇ સમા, એઝાજ આમદભાઇ ચાનીયા અને બીજા ચારેક અજાણ્યા શખ્સો આમ કુલ મળીને ૧૩ શખ્સોની સામે તેના પિતાની હત્યાનો ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે,

ગઇકાલે સાંજના સાડા ચારેક વાગ્યે તેના પિતા અને તેઓના મીત્ર ઇસ્તીયાઝભાઇ ભાન કચ્છવાળા, કાદીર, યાસીન, આરીફ તથા મહમદભાઇ નકુમ તેમના વાડે ભેગા થયા હતા અને ત્યાથી તેઓની ફોર્ચ્યુનર ગાડી નંબ૨ જીજે ૧૭ બી ૭૭૭૭ લઇને રાજકોટ રામનાથપરામાં વ્યવહારીક કામે ગયા હતા અને રાતના નવેક વાગ્યે કાદીર સલીમભાઇ બાનાણીનો તેને ફોન આવ્યો હતો કે તુ તાત્કાલીક શનાળા બાયપાસ ભકતિનગર સર્કલ પાસે આવી જા અમારી ઉપર ફાયરીંગ થયા છે અને તારા પિતાને ગોળી વાગેલ છે  ત્યાર બાદ કારમાં બેઠેલા કાદીર અને આરીફે તેને કહ્યું હતું કે, “અમો રાજકોટથી પાછા મોરબી ઘરે આવતા હતા ત્યારે નવેક વાગ્યાના અરસામાં શનાળા બાયપાસે પહોચતા ફોર્ચ્યુનર ગાડી તારા પિતા ચલાવતા હતા અને ઇસ્તીયાઝભાઇ બાજુની સીટમાં બેઠા હતા બાકીના પાછળની સીટમાં બેઠા હતા ત્યારે સીટી મોલ પાસે રોડ વચ્ચે એક બોલેરો ગાડી પડેલ હતી જેથી ગાડી ધીમી પાડતા એક સફેદ કલરની સ્વીફટ ગાડીમાંથી માણસો ઉતરીને તેઓની ગાડી પાસે આવ્યા હતા અને તેઓની ગાડી ઉપર ફાયરીંગ કરવા લાગેલ હતા.

વધુમાં ફરિયાદમાં જણાવ્યુ છે કે, મોરબી કાલીકા પ્લોટમાં રહેતો ઇમરાન ઉર્ફ બોટલ ચાનીયા, આરીફ મીર, ઇસ્માઇલ બ્લોચ અને રીયાઝ મેમણ પીસ્તોલ લઈને આવ્યા હતા અને રમીઝ ચાનીયા, ઇરફાન બ્લોચ, મકસુદ સમા, એજાજ ચાનીયા તથા બીજા ચારેકએ જાણ્યા માણસોએ હાથમાં ધોકા પાઇપ જેવા હથીયારો લઇ ગાડી ફરતા ઉભા રહી ગયેલા હતા અને કારમાં બેઠેલ મૃતક મમુભાઈ સહિતના લોકો કશું જ સમજે તે પહેલા ઇમરાન બોટલે તેમના હાથમાં રહેલ હથીયારમાંથી ડ્રાઇવર સાઇડના કાચ ઉપર આડેધડ ભડાકા કરતા હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીને માથામાં ગોળી વાગતા ગાડીનો કાબુ ગુમાવતા આગળના વાહન સાથે ગાડી ભટકાયેલ હતી અને તે અરસામાં ઇસ્તીયાઝભાઇ ગાડીમાંથી ઉતરીને ભાગી ગયેલ હતા તેમજ ઇસ્માઇલ, આરીફ મીર અને રિયાઝ મેમણએ હાથમાં પીસ્તોલ હતી તેમાથી આડેધડ ગાડી ઉપર ફાયરિંગ કર્યું હતું જેથી કારમાં બેઠેલા મહમદભાઇ હુશેનભાઇ નકુમ રહે.જુના બસ સ્ટેશન ઇદ મસ્જીદ રોડ પાસેને વાંસાના ભાગે ગોળી વાગેલ હતી માટે તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે તેમજ આરીફ યાકુબ મેમણ (ઉમર ૨૯) રહે.ખાટકીવાસને ફાયરિંગની ઘટનામાં કારના કાચ તૂટીને લાગી જવાથી તેને પણ સારવારમાં ખસેડાયો હતો.

વધુમાં કારમાં બેઠેલા વ્યક્તિઓએ ફરિયાદીને જણાવ્યુ હતું કે, આડેધડ ફાયરીંગ કરીને જતા જતા ઇમરાન બોટલ તથા રિયાઝ મેમણ બોલેલ કે “ચાલો હવે બધા પુરા થઇ ગયા છે” અને સફેડ કલરની સ્વીફટ કાર નંબર જીજે ૩૬ એસી ૭૮૬૩ માં આરોપીઓ નાશી ગયા હતા ત્યાર બાદ ફોરચ્યુનર ગાડીના આગળના ટાયરમાં ફાયર થયેલ હોવા છતાં પણ તે ગાડી કાદીરે ચલાવી હતી અને મમુભાઈને મોરબી ક્રિષ્ના હોસ્પીટલ ખાતે સારવારમાં લાવેલ અને રોડ ઉપરથી પસાર થતી એક અજાણી ગાડી નીકળતા તેને આજીજી કરતા ફોર્ચ્યુનર ગાડીવાળામાં મહમદભાઇને બેસાડી રાજકોટ સારવાર માટે લઇ ગયેલ હતા અગાઉ મૃતકને રફીકભાઇ માંડવીયા સાથે ઝઘડો થયેલ હતો જેનુ મનદુઃખ રાખીને અન્ય શખ્સો સાથે મળી કાવતરૂ કરીને સ્વીફટ તથા બોલેરો ગાડીમાં પીસ્તોલ, ધોકા અને પાઇપ જેવા જીવલેણ હથીયારો સાથે આવીને રાજકોટથી મોરબી ફોર્ચ્યુનર ગાડી લઈને પરત આવતા મમુદાઢીની ગાડીને રસ્તામાં રોકી આડેધડ ફાયરીંગ કરવામાં આવ્યા હતા હાલમાં પોલીસે મૃતકના દીકરાની ફરિયાદ લઈને ઇ.પી.કો. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦, ૧૨૦ (બી), ૩૪, ૩૦૨, ૩૦૭, ૩૨૩, ૩૪૧, ૪૨૭ આર્મ્સ એકટ કલમ ૨૫ (૧૧બી) એ, ૨૭, તથા જી.પી.એ.કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ
















Latest News