મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા મોરબીના ખારચીયા ગામે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને યોજાઈ રાત્રીસભા મોરબી શહેર અને ગ્રામ્ય કક્ષાએ ૬ ડિસેમ્બરે યોજાશે કલા મહાકુંભ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અજાણ્યા ટ્રકની હડફેટે 32 વર્ષીય યુવકનું મોત મોરબીના લાલપર પાસે મેટાડોર ચાલકે રીક્ષાને હડફેટે લેતા આઠ ઈજાગ્રસ્તો સારવારમાં
Breaking news
Morbi Today

માળીયા (મી)માં છોકરાને ઠપકો આપવા બાબતે બે મહિલા સાહિત 4 લોકો ઉપર ધોકા, પાઇપ અને ધારિયા વડે હુમલો: 2 મહિલા સહિત 9 સામે ફરિયાદ


SHARE







































માળીયા (મી)માં છોકરાને ઠપકો આપવા બાબતે બે મહિલા સાહિત 4 લોકો ઉપર ધોકા, પાઇપ અને ધારિયા વડે હુમલો: 2 મહિલા સહિત 9 સામે ફરિયાદ

માળીયા (મી)માં છોકરાને ઠપકો આપવા બાબતનો ખાર રાખીને બે મહિલા સહિત 9 વ્યક્તિઓ દ્વારા યુવાન અને તેના પરિવાર ઉપર ધારિયા, ધોકા અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે યુવાન તથા બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓને માર મારવામાં આવ્યો હતો અને યુવાનને માથાના ભાગે ધારિયાનો ઘા મારીને હેમરેજ જેવી ગંભીર ઇજા કરવામાં આવી છે જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત કુલ 9 વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણામાં મુંડીયાસા પીરની દરગાહ નજીક તળાવની પાળ પાસે રહેતા અને કલરકામનો ધંધો કરતા કારુભાઇ હાસમભાઇ માણેક (40)એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફારુક દિલાવરભાઈ જેડા રહે. માળીયા, સલીમ ઉર્ફે પલ્લો દિલાવરભાઈ જેડા રહે. માળીયા, અસગર રમજાનભાઈ મોવર રહે. કાજરડા, સમીર સુભાનભાઈ મોવર રહે. માળીયા, આર્યન રમજાનભાઈ મોવર રહે. કાજરડા, હનીફ અબ્બાસભાઈ ભટ્ટી રહે. કાજરડા, વલીમામદ સાઉદીનભાઈ જેડા રહે. માળીયા, ફારુકની માતા રહે. માળિયા અને હૂરબાઈ ફારૂકભાઈ જેડા રહે. માળિયા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, સાહેદ નિઝામભાઈ માણેકે આરોપી ફારુક જેડાના છોકરાને ઠપકો આપ્યો હતો તે બાબતનો ખાર રાખીને તમામ આરોપીઓએ ભેગા મળીને લોખંડના ધારિયા, પાઇપ અને ધોકા જેવા હથિયાર સાથે હુમલો કરીને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હતી અને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે તેમજ સાહેદ નિજામભાઈને આરોપી અસગર, સમીર અને આર્યનએ લોખંડના પાઇપ અને ધોકા વડે માર મારીને ઇજા કરી હતી જ્યારે સાહેદ મરિયમબેન અને યાસ્મીનને ફારુકની માતા તથા તેની પત્ની હૂરબાઈએ લાકડાના ધોકા વડે માર મારીને ઇજા કરી છે તથા ફરિયાદીને હનીફ અને વલીમામદે લોખંડના પાઇપ વડે વાસામાં અને શરીરે માર મારીને ઈજા કરી હતી જ્યારે ફારુક અને સલીમએ ફરિયાદીને જાનથી મારી રાખવાના ઇરાદે માથાના ભાગે ધારિયાનો ઘા મારીને હેમરેજ જેવી ગંભીર ઇજા કરી હતી જેથી ઇજા પામેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત કુલ 9 વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
















Latest News