મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ ગુજરાતમાં અફીણની ખેતીની મંજૂરી આપવા મોરબીમાં રહેતા આગેવાને કરી સીએમને રજૂઆત મોરબીમાં પુત્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી મોરબીમાં વૃદ્ધની 50 લાખની કિંમતની જમીન ઉપર દબાણ કરીને ખેતી કરનારા બંને આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડ ઉપર યુવાન ઉપર છરી-ધોકા વડે હુમલો, ગુનો નોંધાયો


SHARE





























મોરબીના પંચાસર રોડ ઉપર યુવાન ઉપર છરી-ધોકા વડે હુમલો, ગુનો નોંધાયો

 

મોરબીના પંચાસર રોડ ઉપરથી પસાર થતા સથવારા યુવાને રાત્રિ દરમિયાન ૮ લોકોએ છરી અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજાગ્રસ્તને સરવારમાં ખસેડાયો હતો બાદમાં ભોગ યુવાને આઠ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તજવીજ શરૂ કરી છે. 

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના પંચાસર રોડ ઉપર આવેલ મહાવીરનગરમાં રહેતા જયેશ મોતીભાઈ નકુમ નામના ૨૨ વર્ષીય સથવારા યુવાને રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં આઠેક લોકોએ ધોકા અને છરી વડે માર માર્યો હતો જેથી ઇજાગ્રસ્તને સારવારમાં લઇ જવાયો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એસ.એમ.રાણાએ જઈને તપાસ કરતા ખૂલ્યુ હતુ કે મારામારીના બનાવમાં જયેશભાઇને છાતી, માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી બાદમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તુલસી હસમુખ સંખેશરીયા, અભય હસમુખ સંખેશરીયા અને તેમની સાથેના છ અજાણ્યા ઇસમો એમ આઠેક લોકોએ આગલા દિવસે ફરિયાદી અને તેની સાથે રહેલા સાહેદ દિલીપભાઈ સાથે બોલાચાલી ઝઘડો થયો હતો અને તેમાં પોતે સામેલ હોવાની વાતનો રોષ રાખીને ધોકા અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જે બનાવમાં ઇજાઓ થવાથી તેમને સારવારમાં ખસેડાયા છે. પોલીસે હાલમાં તુલસી હસમુખ સંખેશરીયા, અભય હસમુખ સંખેશરીયા અને તેની સાથેના છ ઇસમો એમ આઠ લોકો સામે ફરિયાદ નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.

નવોઢા સારવારમાં 

મોરબીના હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે નટુભાઈની વાડીએ રહીને મજૂરીકામ કરતાં દેવરાજભાઈ નાયકાના પત્ની મનીષાબેન (૨૦) એ અકળ કારણોસર ઝેરી દવા પી લેતા તેઓને જેતપર પીએચસી ખાતે સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ લવાયા હતા અહિં પણ તેઓને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે મનિષાબેનને રાજકોટ લઇ જવાયા હોવાનું જાણવા મળેલ છે. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મનિષાબેન દેવરાજભાઈ નાયકા (૨૦) નો લગ્નગાળો પાંચ માસનો જ હોય હાલ હળવદ પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ જોનાટો સીરામીકમાં રહીને મજૂરી કામ કરતો પ્રેમ કાળુભાઈ કામલીયા નામનો એકવીસ વર્ષીય યુવાન શહેરના સામાકાંઠે જેતપર રોડ ઉપર રંગપર ગામની પાસે હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ પહોંચતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જોકે અહીં સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરનો અભાવ હોય રાબેતા મુજબની પ્રાથમિક સારવાર આપીને પ્રેમ કામલીયાને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે બી- પોઝીટીવ
















Latest News