મોરબીના લાલપર નજીક સિરામિક યુનીટના લેબર કવાટરમાં એસિડ પી જતા યુવાન રાજકોટ ખસેડાયો
મોરબીના જૂના બસસ્ટેન્ડ પાસે ગેસ્ટ હાઉસમાં ચાલતા કૂટણખાનામાં રેડ
SHARE
મોરબીના જૂના બસસ્ટેન્ડ પાસે ગેસ્ટ હાઉસમાં ચાલતા કૂટણખાનામાં રેડ
બહારથી ચાર યુવતીઓ બોલાવીને અનૈતીકધામ ચલાવતા બે સંચાલકોની ધરપકડ
મોરબી એ ડિવિજન પોલીસને મળેલ બાતમીના આધારે ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ સહિતના સ્ટાફે મોરબીના જૂના બસ સ્ટેશન પાસે આવેલા ગેસ્ટહાઉસમાં રેડ કરી હતી અને ત્યાં ડમી ગ્રાહકોને મોકલાતા બહારથી ચાર યુવતીઓને બોલાવીને અનૈતીકધામ (કુટણખાનુ) ચલાવતા ગેસ્ટ હાઉસ સંચાલક અને મેનેજર એમ બે લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના જૂના બસ સ્ટેશન પાસે આવેલા ગેસ્ટહાઉસમાં ગઇકાલે સાંજે છએક વાગ્યે રેડ પડી હતી. વ્રજ ગેસ્ટ હાઉસમાં બહારથી છોકરીઓને બોલાવીને ત્યાં અનૈતીકધામ ચલાવવામાં આવતું હોય અને ગેસ્ટ હાઉસમાં આવતા ગ્રાહકોને અનૈતિક શારીરિક સુખ માણવા માટે સગવડતાઓ પૂરી પાડીને કુટણખાનું ચલાવવામાં આવતું હોવાની બાતમી મળી હતી જેથી કરીને પોલીસ સ્ટાફે મોરબીના ડીવાયએસપી રાધીકા ભારાઇ, એ ડિવિજન પીઆઇ બી.પી.સોનારા અને પીએસઆઇ એસ.એમ.રાણાએ એક ડમી ગ્રાહક મોકલીને રેડ કરી હતી ત્યારે ત્યાં બહારથી ચાર યુવતીઓને બોલાવીને વ્રજ ગેસ્ટહાઉસના સંચાલક ઘનશ્યામ પ્રભુ ઝીંઝુવાડીયા પ્રજાપતિ (ઉમર ૫૭) રહે. મોરબી-કંડલા બાયપાસ તથા મેનેજર વિકાસ ચેનસુખલાલ જૈન (ઉમર ૩૯) હાલ રહે. વ્રજ ગેસ્ટ હાઉસ જુના બસ સ્ટેન્ડ પાસે મોરબી મૂળ રહે.કુડીવપતાસી જોધપુર રાજસ્થાન વાળાઓ બહારથી છોકરીઓ બોલાવીને ત્યાં આવતા ગ્રાહકોને અનૈતીક શારીરિક સુખ પુરૂ પાડીને કુટણખાનું ચલાવતા મળી આવ્યા હતા. જેથી કરીને તેઓની રોકડા રૂા.૭૮૦૦, બે મોબાઇલ કિંમત રૂા.૫૫૦૦ અને કોન્ડોમના પેકેટ એમ કુલ મળીને કુલ રૂા.૧૩,૩૦૦ ના મુગામાલની સાથે હાલમાં ગેસ્ટ હાઉસ સંચાલક ઘનશ્યામ ઝિંઝુવાડીયા(પ્રજાપતિ) અને મેનેજર તરીકે કામ કરતા વિરાસ જૈન નામના રાજસ્થીની શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ટ્રાફિક પ્રિવેન્શન એકટ ૧૯૫૬ ની કલમ ૩(૧), ૫(એ)(ડી), ૬(૧)(બી) અને ૪ મુજબ બંને સામે ગુનો દાખલ કર્યો હતો અને બંનેની મોડીરાત્રીના ઉપરોક્ત ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”