મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્
માળીયા મીયાણામાં અગાઉ કરેલ લેન્ડગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખીને ભડાકા કરીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી
SHARE
માળીયા મીયાણામાં અગાઉ કરેલ લેન્ડગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખીને ભડાકા કરીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી
માળીયા તાલુકાના જાજાસર ગામે રણ વિસ્તારમાં આવેલ મીઠાના કારખાનાના માલિકે અગાઉ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી તે શખ્સ મીઠાના કારખાનામાં આવ્યો હતો અને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખીને યુવાનને ગાળો આપી હતી તેમજ ભડાકા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
માળીયા મીયાણા પોલીસ સ્ટેશન પાસે રહેતા અને જાજાસર પાસે મીઠાનું કારખાનું ધરાવતા હનીફભાઈ સોકતઅલીભાઈ ભટ્ટી (35) એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇકબાલભાઈ ઇલિયાસભાઈ ભટ્ટી રહે. માળિયા મિયાણા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, માળિયા તાલુકાના જાજાસર રણ વિસ્તારમાં તેઓના મીઠાના કારખાનાની અંદર આરોપીએ આવીને ફરિયાદીએ સાત મહિના પહેલા આરોપી વિરુદ્ધ કરેલ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખીને આરોપીએ ફરિયાદીને ગાળો આપી હતી તેમજ ભડાકા કરવાનું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે