મોરબીમાં રહેતા યુવાનના બેન્ક એકાઉન્ટમાંથી 98 હજારની ઉપાડી જતાં છેતરપિંડીનો ગુનો નોંધાયો
માળીયા (મી)ના સરવડ અને વાંકાનેરના પાંચદ્વારકા ગામે રહેતા જુદાજુદા યુવાનના મોબાઈલ ફોન હેક કરીને 5.17 લાખની છેતપરિંડી
SHARE
માળીયા (મી)ના સરવડ અને વાંકાનેરના પાંચદ્વારકા ગામે રહેતા જુદાજુદા યુવાનના મોબાઈલ ફોન હેક કરીને 5.17 લાખની છેતપરિંડી
માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામે રહેતા યુવાનનો મોબાઇલ કોઈપણ રીતે હેક કરી લેવામાં આવેલ હતો ત્યાર બાદ જુદીજુદી બે બેંકમાં તેના એકાઉન્ટમાંથી 1.76 લાખ રૂપિયાના ટ્રાન્જેક્શન કરી લઈને યુવાન સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે આવી જ રીતે વાંકાનેરના પાંચ દ્વારકા ગામના યુવાનના મોબાઇલને પણ હેક કરીને તેના બેન્ક એકાઉન્ટમાંથી 3.41 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવેલ છે જેથી કરીને બંને યુવાને સ્થાનિક પોલીસે સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે.
માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામે રહેતા ચિરાગભાઈ અશોકભાઈ અઘારા (34) એ અજાણ્યા શખ્સની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેના મોબાઈલ ફોનને કોઈ પણ રીતે અજાણ્યા શખ્સ દ્વારા હેક કરીને ફરિયાદીના બેન્ક ઓફ બરોડાના બેંક એકાઉન્ટ નંબર 93620100010600 માંથી ટ્રાન્જેક્શન આઈડી 660061621318 થી કોઈ ફીનો પેયમેન્ટ બેંન્કના UPI ID-fino.9256444764@finobank મા 96,000 તથા કેનેરા બેન્કના એકાઉન્ટ નંબર bajrangee01@ptyes માં 80,000 રૂપિયા આમ અલગ અલગ બે બેન્ક એકાઉન્ટમાં કુલ મળીને 1,76 લાખ રૂપિયા ટ્રાન્જેક્શન આઈડીથી યુવાનની જાણ બહાર મેળવી લેવામાં આવેલ છે અને યુવાનની સાથે ઠગાઈ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આવી જ રીતે વાંકાનેર તાલુકાના પાંચ દ્વારકા ખાતે રહેતા સલીમભાઈ સાજીદભાઈ બાદી (38)એ અજાણ્યા શખ્સની સામે હાલમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના મોબાઇલ ફોનને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કોઈપણ રીતે હેક કરી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના મોબાઈલ ફોનથી તેના બેન્ક એકાઉન્ટમાં રહેલા રૂપિયામાંથી 3,41,933.29 રૂપિયા કોઈપણ રીતે ઉપાડી લેવામાં આવ્યા છે અને ફરિયાદીની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કાજરડા ગામે દરગાહ પાસેથી બાઈક ની ચોરી
જામનગરના હાપા ખાતે આવેલ રેલવે સ્ટેશન પાસે હનુમાન ડેરી પાછળના ભાગમાં એલંગ સોસાયટી ખાતે રહેતા સાહિલ સુરેશભાઈ સવાસડિયા (23)એ અજાણ્ય શખ્સ સામે ચોરીની ફરિયાદ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, કાજરડા ગામે આવેલ 47 પીરની દરગાહના પાર્કિંગમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે 10 ઇ 0695 પાર્ક કરીને મૂક્યું હતું જે 70 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે