માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
SHARE
માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
માળિયા તાલુકામાં આવતા ભીમાસર બ્રિજ ઉપરથી ટ્રક ટ્રેલરનો ચાલક પોતાનુ વાહન લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળ જઈ રહેલા ટ્રક કન્ટેનરની પાછળના ભાગમાં તેણે પોતાનું વાહન અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો આ બનાવમાં બંને વાહનોમાં નુકસાન થયું હતું અને ટ્રક ટ્રેલરના ડ્રાઇવરને શરીરે ગંભીર જાઓ થઈ હોવાના કારણે તેનું મોત નિપજ્યુ હતું
મોરબી કંડલા નેશનલ હાઇવે રોડ ઉપર માળિયા નજીક આવેલ ભીમાસર ઓવરબ્રિજ ઉપરથી રાજસ્થાનના નારદપુર ગામનો રહેવાસી રાજેશ રોડરામ બાવરીયા (26) નામનો યુવાન પોતાના હવાલા વાળું ટ્રક ટ્રેલર નંબર આરજે 47 જીએ 1793 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બેફિકરાયથી વાહન ચલાવતા આગળ જઈ રહેલા ટ્રક કન્ટેનર નંબર જીજે 12 બીડબલ્યુ 5500 ની પાછળના ભાગમાં તેનું ટ્રક ટ્રેલર અથડાયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં બંને વાહનોમાં નુકસાન થયું હતું તેમજ ટ્રક ચાલક રાજેશ બાવરીયાને શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈ મુકેશભાઈ રોડુરામ બાબરીયા (30) રહે. નારદપુરા રાજસ્થાન વાળાની ફરિયાદ લઈને પોલીસે મૃતક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે