મોરબી નજીક સિરામિક કારખાનામાંથી 1.65 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર પાસે ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું મોત માળીયા (મી)ના ચાચાવદરડા ગામે જુગાર રમતા 5 શખ્સો પકડાયા મોરબી નજીક કારખાનામાં લોહીની ઉલ્ટી થયા બાદ મહિલાનું મોત, મોટી વાવડી ગામે વાડીએ માથા ઉપર બોરવેલનો પાઇપ પડતાં આધેડનું મોત ​​​​​​​ટંકારાની લજાઈ ચોકડી નજીક કારખાનાના કવાર્ટરમાં એકલવાયું જીવન જીવતા યુવાને કર્યો આપઘાત મોરબીના પીપળી રોડ ઉપર ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, માજી મંત્રી વિગેરેની હાજરીમાં સમરસ યુવા સંગઠન દ્વારા 65 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચાચાવદરડા ગામે જુગાર રમતા 5 શખ્સો પકડાયા


SHARE







































માળીયા (મી)ના ચાચાવદરડા ગામે જુગાર રમતા 5 શખ્સો પકડાયા

માળીયા (મી)ના ચાચાવદરડા ગામે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 12,300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મીયાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચાચાવદરડા ગામમાં આવેલ હનુમાનજીની ડેરી પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પાર્થભાઈ નવલભાઇ આદ્રોજા (30) રહે. પંચાસર રોડ બાલાજી ટાવર મોરબી, મોહનભાઈ મોતીભાઈ વણોલ (51) રહે. ખાખરાળા, હિતેશભાઈ હમીરભાઇ પરમાર (36) રહે. તરઘરી, દિલીપભાઈ હમીરભાઇ પરમાર (46) રહે. તરઘરી અને પ્રભુભાઈ મોતીભાઈ આદ્રોજા (65) રહે. ચાંચાવદરડા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 12,300 ની રોકડ કબ્જે કરી હતી અને માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.














Latest News