ભારત સરકાર તને યુક્રેન ભારત પાછો લઈ આવશે: મોરબીના સાહિલ માજોઠીને વિશ્વાસ અપાવતી માતા હસીના માજોઠી મોરબીમાં અભ્યાસના ભારણથી કંટાળીને સગીરાએ 11 માં માળ ઉપરથી નીચે ઝંપલાવીને કર્યો આપઘાત મોરબી જિલ્લામાં છતર જીઆઇડીસીના ગોડાઉનમાંથી 988 પેટી દારૂ સાથે ત્રણ પકડાયા, 1.17 કરોડનો મુદ્દામાલ કબજે મોરબીમાં બાઈક સાઈડમાં ચલાવવા બાબતે યુવાનને કાર ચાલકે ગાળો આપીને ફડાકો ઝીંક્યો, જાનથી મારી નાખવાની ધમકી: 6 સામે ફરિયાદ હળવદના ખોડ ગામે અગાઉ થયેલ માથાકૂટનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યા ઉપરથી દારૂની આઠ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા મોરબીના ભડીયાદ નજીક રેલવે ટ્રેક ઉપર ડેમુ ટ્રેન આડે પડતું મૂકીને વૃદ્ધે કર્યો આપઘાત હળવદના જુના ઘાટીલા ગામે રહેતા યુવાનની પત્ની રીસામણે ગયેલ હોય મનોમન લાગી આવતા કેનાલમાં ઝંપલાવી કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં ફોન ઉપર ધમકી આપવાના તેમજ મારામારી-ધમકીના ગુનાઓમાં અટકાયત બાદ આરોપીઓ જામીન મુકત


SHARE













મોરબીમાં ફોન ઉપર ધમકી આપવાના તેમજ મારામારી-ધમકીના ગુનાઓમાં અટકાયત બાદ આરોપીઓ જામીન મુકત..!

મોરબીના રહેવાસી અને ભાજપના યુવા અગ્રણી રૂચીરભાઈ કારીયાએ તેઓના રહેણાંક વિસ્તાર પરસોતમ ચોક નજીક દારૂ વેચાતો હોવાની અને મોડે સુધી ત્યાં બેસીને છઠ્ઠા મશ્કરીઓ કરવામાં આવતી હોવાની પોલીસમાં ફરિયાદ કરી હતી જેનો રોષ રાખીને તેઓના ફોન ઉપર મોડી રાત્રીના ધમકી આપવામાં આવી હતી..! જે બાબતે તેઓએ અરજી કરતા ગુનો નોંધાયો હતો અને તેમાં પોલીસ દ્વારા સંજય ઉર્ફે સલો પ્રેમજીભાઇ ચૌહાણ જાતે ભીલ (૨૪) રહે.કાલીકા પ્લોટ વાળાને પકડવામાં આવ્યો હતો અને બાદમાં તેને નોટિસ આપીને જામીનમુક્ત કરવામાં આવ્યો હતો..!

મારામારી અને ધમકીના ગુનામાં ધરપકડ

મોરબીના શનાળા-કંડલા બાયપાસ ઉપર આવેલા આનંદનગર પાસેના તુલસી પાર્ક વિસ્તારમાં રહેતા નવઘણ મોહનભાઈ બાંભવા ભરવાડ (ઉમર ૩૧) નામના ઇસમની મોરબી એ ડિવિઝન પોલીસ મથકના પ્રભાતભાઈ ચાવડા દ્વારા મારામારી અને ધમકી આપવાના જુદા-જુદા બે ગુનાઓમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

એસિડ પી જતા મહિલા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભગવતીપરા વિસ્તારમાં રહેતા જશીબેન કિશનભાઇ ગોકળભાઈ ટોયટા નામની ૩૨ વર્ષીય મહિલા કોઈ અગમ્ય કારણોસર તેમના ઘરે એસિડ પી ગયા હતા.જેથી તેઓને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા બનાવની નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.ભોગ બનેલ જશીબેનનો લગ્નગાળો ૧૨ વર્ષનો હોવાનું અને તેઓ ભાનમાં હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

પતિએ માર મારતા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ બોરીચાવાસ વિસ્તારમાં રહેતા દક્ષાબેન જગદીશભાઈ મઠીયા નામની ૨૨ વર્ષની મહિલાને તેઓના ઘરે તેમના પતિ દ્વારા માર મારવામાં આવતા ઇજાગ્રસ્ત થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હોવાનું સીટી એ ડિવિઝન પોલીસસુત્રોએ જણાવેલ છે.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ બનાવની નોંધ કરી મારામારીના કારણે અંગે આગળની તપાસ શરૂ કરી હતી.

વાહન અકસ્માતમાં વૃદ્ધને ઈજા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગઢવીની વાડી રામજી મંદિર પાસે રહેતા હરિલાલ મલાભાઈ ડાભી નામના ૬૮ વર્ષના વૃદ્ધ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે ગત તા.૧૮-૫ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં શનાળા રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે બે ખુટીંયા અથડામણ કરતાં કરતાં તેઓના બાઈક સાથે અથડાયા હતા.આ બનાવમાં હરિલાલ ડાભીને થાપાના ભાગે ફેકચર જેવી અને શરીર અન્ય ઇજાઓ થતા સારવારમાં ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા.મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.






Latest News