મોરબીમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં નશાખોર શખ્સનો આતંક: મહિલા સ્ટાફ સાથે ગેરવર્તન
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડએજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ત્રિવિધ જીવદયા પ્રોજેક્ટ
SHARE







લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડએજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ત્રિવિધ જીવદયા પ્રોજેક્ટ
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું અને આ કાળજાળ ગરમીમાં રાહદારીઓ માટે લીંબુ વરિયાળી સરબતનું પણ વિતરણ કરવામાં આવેલ હતું તે ઉપરાંત દાતા હસુભાઈ બી. પાડલિયા તરફથી લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનાં માધ્યમથી એક દિવ્યાંગ ભાઈને વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી આ ત્રિવિધ સેવાકીય પ્રોજેક્ટ લાયન્સ ઇન્ટરનેશનલ (સૌરાષ્ટ્ર કચ્છ) ના ફર્સ્ટ વાઈસ ડિસ્ટરિક ગવર્નર રમેશભાઈ રૂપાલા હાજર રહ્યા હતા અને તેની સાથે પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા, ખજાનચી મણિલાલ કાવર, ભીખાભાઈ લોરીયા, ચંદુભાઈ કુંડારિયા, પી.એ. કાલરીયા, પ્રાણજીવનભાઈ રંગપડીયા, દિપકભાઈ દેત્રોજા, રશ્મિકાબેન રૂપાલા તથા લિયો ઉર્વેશ માણેક, લિયો હાર્દિક પરમાર, સત્યેશ્વર મહાદેવ મંદિરના પુજારી સહીતના હાજર રહ્યા હતા તેવું સેક્રેટરી ત્રિભોવનભાઈ ફુલતરિયાએ યાદીમાં જણાવેલ છે.
