હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં પેટ્રોલપંપના ખોટા સમાચાર-અરજી કરીને સમાધાન માટે રૂપિયાની માંગણી કરનારા ત્રણ શખ્સની ધરપકડ, બે દિવસના રીમાન્ડ મંજુર


SHARE





મોરબીમાં પેટ્રોલપંપના ખોટા સમાચાર-અરજી કરીને સમાધાન માટે રૂપિયાની માંગણી કરનારા ત્રણ શખ્સની ધરપકડ, બે દિવસના રીમાન્ડ મંજુર

મોરબીમાં પેટ્રોલપંપ ધારકને વેંચતું પ્રેસ કાર્ડ આપીને તેને રિન્યૂ કરાવી લેવા માટે થઈને રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને તે પ્રેસ કાર્ડને રિન્યૂ કરાવવાની ના પડતાં પેટ્રોલપંપ ધારકને બદનામ કરવા માટે પંપનો વિડીયો બનાવેલ હતો અને પોલીસમાં અરજી કરી હતી આમ પેટ્રોલપંપ અને તેના ધારકને બદનામ કરવા માટે ખોટા આક્ષેપો સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો અને તે વિડિયોને ડિલીટ કરવા માટે તેમજ સમાધાન કરવા માટે પેટ્રોલપંપના ધારક પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે હાલમાં ભોગ બનેલા પેટ્રોલપંપ ધારકની ફરિયાદ લઈને વિડીયો ડિલીટ કરીને સમાધાન માટે 50,000 રૂપિયાની માંગણી કરનારા ત્રણ શખ્સની સામે ગુનો નોંધાયો હતો જેમા તેની ધરપકડ કરેલ છે અને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે ત્રણેય શખ્સના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મોરબીમાં મહેન્દ્રનગર રોડ ઉપર સર્કીટ હાઉસ પાસે આવેલ શીવમ પાર્ક સોસાયટીમાં માધવ હોલની બાજુમા રહેતા કૃષીતભાઇ મંગળજીભાઈ સુવાગીયા પટેલ (30) એ હાલમાં મોરબી બી ડિવિઝન ખાતે  જયદેવ બુધ્ધભટ્ટી, મયુર બુધ્ધભટ્ટી અને રાધેશ બુધ્ધભટ્ટી રહે. બધા મોરબી વાળની સામે બી.એન.એસ. કલમ- ૩૦૮(૨), ૩૫૨, ૫૪, મુજબ ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેનો મોરબીની ત્રાજપર ચોકડી પાસે નાયરા કંપનીનો પેટ્રોલ પંપ આવેલ છે અને વર્ષ 2013 ની સાલમાં ફરિયાદી તેના પેટ્રોલપંપ ખાતે હાજર હતા ત્યારે પેટ્રોલપંપની ઓફીસમાં ત્રણ પૈકીનો શખ્સ આવ્યો હતો અને તેણે પોતાનું નામ રાધેશ બુધ્ધભટ્ટી કહ્યું હતું ત્યારબાદ પ્રેસ કાર્ડ કાઢી આપવાનું કહ્યું હતું અને તે પ્રેસ કાર્ડ હોય તો ધંધામાં લાભ થશે અને ટોલટેક્સ આપવાનો રહેશે નહીં તેવું પણ કહ્યું હતું અને તે પ્રેસ કાર્ડ માટે થઈને 4000 રૂપિયા લીધા હતા ત્યારબાદ રીન્યુ કરવા માટે બીજા વર્ષે 3,000 લીધા હતા જોકે ત્યારબાદ આઈ કાર્ડ રીન્યુ કરાવ્યું ન હતું જેથી કરીને અવારનવાર રાધેશ બુધ્ધભટ્ટી તેને પ્રેસ કાર્ડ રીન્યુ કરાવવા માટે થઈને કહેતો હતો જો કે, તેને મીડિયા ફિલ્ડમાં કામ કરવું ન હતું જેથી કરીને કાર્ડ રીન્યુ નથી કરવું તેવું કહીને ફરિયાદી વાતને ટાળતો હતો. તેવામાં ગત જુલાઈ મહિનામાં ફરિયાદીને એવું કહ્યું હતું કે, “જો તમે કાર્ડ રીન્યુ નહી કરાવો તો તમને તકલીફ પડશે” જેથી ફરિયાદી કહ્યું હતું કે, “ હું કાંઈ ખોટુ કરતો નથી” જેથી તે શખ્સ ત્યાંથી જતો રહ્યો હતો.

ત્યાર બાદ તા. 5/8/2024 ના રોજ ફરિયાદી તેના પેટ્રોલ પંપ ઉપર હાજર હતા ત્યારે સાંજે સવા સાતેક વાગ્યાના સમયે પેટ્રોલ પંપ ઉપર એક ભાઈ એકટીવા લઇને પેટ્રોલ પુરાવા માટે આવેલ હતો અને પેટ્રોલ પંપ ઉપર કામ કરતા કર્મચારીને કહેલ કે “ડીઝીટલ પેમેન્ટ થાય છે ત્યારે પંપના સ્ટાફે કહ્યું હતું કે, “હા અમારે ત્યાં ડીઝીટલ પેમેન્ટ થાય છે” ત્યાર બાદ એક્ટિવા લઈને આવેલ શખ્સે કહ્યું હતું કે તેનું નામ પત્રકાર “જયદેવ બુધ્ધભટ્ટી” છે તમારા પંપની અમારી પાસે ફરીયાદો આવે છે કે તમે ડીઝીટલ પેમેન્ટ સ્વીકારતા નથી તેવુ કહીને ખોટી બોલાચાલી કરી હતી અને સ્ટાફે બોલાવતા ફરિયાદી ત્યાં ગયેલ હતા અને કહ્યું હતું કે, બોલોને શુ તકલીફ છે ત્યારે આ પત્રકારે ફરિયાદીની સાથે બોલાચાલી કરી હતી અને તેનો મોબાઇલ કાઢીને પેટ્રોલ પંપનો વિડીયો બનાવેલ હતો અને “હુ કોણ છુ તમે મને ઓળખો છો હું જયદેવ બુધ્ધભટ્ટી મીડીયા ગ્રુપનો છુ” તેવું કહ્યું હતું અને હવે જોવો તમારા પંપનુ શું થાય છે તેવુ કહીને પોતાનુ એકટીવા સાઇડમા ઉભુ રાખીને કોઈને ફોન કર્યો હતો. અને ગણતરીની મિનિટોમાં જયદેવ બુધભટ્ટી પાસે એક ભાઇ આવેલ અને પોતે પણ કથિત પત્રકાર હોવાનુ કહ્યું હતું અને તેનું નામ મયુર બુધ્ધભટ્ટી હોવાનું તેને જણાવ્યુ હતું અને ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપેલ હતી. તેવામાં ત્યાં રાધેશ બુધ્ધભટ્ટી આવી ગયેલ હતો.

જેને ફરિયાદી જાણતા હતા જેથી કરીને “આ ભાઈ ખોટા વિડીયો ઉતારી હેરાન કરે છે તેવી તેને વાત કરી હતી. ત્યારે રાધેશએ કહ્યું હતું કે, “આ મારો ભાઈ છે હું તેમને સમજાવી દવુ છુ” તે વિડીયો ડીલીટ કરી દેશે તમે અમારા મિડીયા ગ્રુપના સભ્ય બની જાવ અને “તમારા કાર્ડ રીન્યુના આપી દો એટલે વાત પતે” તેવું કહ્યું હતું જેથી ફરિયાદી ના પાડતા જયદેવએ કહ્યું હતું કે, હવે તમારા પંપની હાલત શું થાય છે તે તમે જોઈ લેજો” તેવી ધમકી આપી હતી અને ત્યાર બાદ ત્રણેય જતા રહ્યા હતા. ત્યાર બાદ જયદેવ બુધ્ધભટ્ટીએ ફરિયાદીની સામે પોલીસમાં અરજી કરેલ હતી કે “આ પેટ્રોલપંપ વાળા ડીઝીટલ પેમેન્ટ સ્વીકારતા નથી જેની તપાસ કરવા પોતે ગયેલ ત્યારે માથાકુટ કરેલ હોવાની અરજી કરેલ હતી અને બાદ પોતે વિડીયો અમારા પેટ્રોલ પંપ ઉપર બનાવેલ હતો તે વિડીયો ખોટી રીતના મોબાઇલમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વિગેરેમા મુકેલ હતો જેથી પોલીસે ફરિયાદીને બોલાવીને તેનું નિવેદન લીધેલ હતું. અને ફરિયાદી પોલીસને જરૂરી પુરાવા પણ આપેલ હતા.

આ ઘટના ક્રમ આટલેથી નહિ અટક્તા તા- 4/9/24 ના રોજ રાધેશ બુધ્ધભટ્ટી પેટ્રોલ પંપ ઉપર આવેલ હતો અને ફરિયાદીના પિતા મંગળજીભાઈ તથા તેના પાર્ટનર જગદિશભાઈ સાથે વાત કરતાં હતા ત્યારે ફરિયાદીના પિતાએ કહ્યું હતુ કે, “તમારા ભાઈએ અમારા પંપના વિડીયો ડીલીટ કરેલ નથી” તો રાધેશએ કહ્યું હતું કે, “હા મારા ભાઇ જયદેવ બુધ્ધભટ્ટીએ અરજી કરેલ છે અને તમારે વિડીયો ડીલીટ કરાવવો હોય અને અરજીમા તમારે સમાધાન કરવું હોય તો તમારે અમને રૂપીયા 50,000 આપવા પડશે” તેમ કહીને પૈસાની માંગણી કરેલ હતી. જો કે ફરિયાદીના પિતાએ પૈસા આપવાની ના પાડેલ હતી જેથી ત્રણેય સગા ભાઈ છે તે તમામે પેટ્રોલ પંપ ઉપર આવી ખોટી માથાકુટ કરી, ખરા-ખોટા વિડીયો બનાવી ફરિયાદીની વિરુદ્ધમાં ખોટી રીતે પોલીસમાં અરજીઓ કરી ફરિયાદી તેમજ તેના પેટ્રોલ પંપની શાખને નુકશાન કર્યું છે તેમજ આર્થિક નુકશાન કરવાની ધમકીઓ આપી ડરાવેલ હતા અને વિડીયો અગાઉ બનાવેલ તે વિડીયો ડીલીટ કરીને અરજી પાછી ખેંચવા બદલા ફરિયાદીના પિતા અને પાર્ટનર પાસેથી 50,000 રૂપિયાની માંગણી કરી હતી અને બળજબરીથી રૂપિયા કઢાવવા માટે ફરિયાદીને હેરાન પરેશાન કરેલ અને અગાઉ આઇ કાર્ડ રીન્યુ કરવાના નામે ફરિયાદી પાસેથી 3000 રૂપિયા પડાવ્યા હતા.જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે આ ગુનામાં ત્રણેય આરોપીની ધરપકડ કરેલ છે અને પીઆઇ એન.એ.વસાવાના માર્ગદર્શન હેઠળ તપાસનીશ અધિકારી પીએસઆઇ આર.પી.જાડેજા અને ટીમ દ્વારા આ ત્રણેયને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા કોર્ટ દ્રારા ત્રણેયના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે આગામી સમયમાં હજુ પણ કેટલાક ચોકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે.




Latest News