માળીયા (મી)ના મોટા દહીસરામાં નજીવી વાતમાં મારમારીને યુવાનની હત્યાના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ
SHARE
માળીયા (મી)ના મોટા દહીસરામાં નજીવી વાતમાં મારમારીને યુવાનની હત્યાના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ
માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે વિવેકાનંદનગરમાં ઘરમાંથી શેરીમાં પાણી નીકળતું હતું તે બાબતનું મનદુઃખ રાખીને જમાઈ અને સસરાને ચાર શખ્સો દ્વારા પાઇપ, ધોકા અને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલ બે પૈકીનાં જમાઈનું રાજકોટ ખાતે સારવારમાં મોત નીપજયું હતું જેથી કરીને મારા મારીનો બનાવ હત્યામાં પલટયો હતો અને આ ગુનામાં માળીયા તાલુકા પોલીસે હાલમાં ચાર પૈકીનાં ત્રણ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે આવેલ વિવેકાનંદનગરમાં રહેતા નિર્મળાબેન ચંદુભાઈ મકવાણા (40)એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુરેશ અવચરભાઈ ઇન્દરિયા, અરૂણ અવચરભાઈ ઇન્દરિયા, વિજય અવચરભાઈ ઇન્દરિયા અને અશોક અવસરભાઈ ઇન્દરિયા રહે બધા વિવેકાનંદનગર મોટા દહીસરા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેઓના ઘરમાંથી શેરીમાં પાણી નીકળતું હોય તે બાબતનું મન દુઃખ રાખીને સુરેશએ ફરિયાદીના પતિને માથામાં લોખંડનો પાઇપ મારીને ફૂટ જેવી ઇજા કરી હતી અને અરુણએ તેના હાથમાં રહેલ લાકડીના ધોકા વડે પીઠના ભાગે માર માર્યો હતો. તેમજ અશોકએ પણ લાકડી વડે આડેધડ શરીર ઉપર ફરિયાદીના પતિને માર માર્યો હતો
દરમિયાન ફરિયાદીના પિતા મહાદેવભાઇ ત્યાં આવી પહોંચ્યા હતા અને તે ફરિયાદીના પતિને બચાવવા જતા તેને વિજયએ હાથમાં રહેલ લાકડી વડે મહાદેવભાઈને કપાળના ભાગે માર માર્યો હતો ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ઇજા પામેલા જમાઈ અને સસરાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. તેવામાં સારવાર દરમ્યાન ચંદુભાઈ છગનભાઇ મકવાણાનું મોત નીપજયું હતું જેથી મારામરીનો બનાવ હત્યામાં પલટયો હતો અને આ ગુનામાં પોલીસે આરોપી અરૂણ અવચરભાઈ ઇન્દરિયા (22), વિજય અવચરભાઈ ઇન્દરિયા (40) અને અશોક અવસરભાઈ ઇન્દરિયા (28) રહે. બધા વિવેકાનંદનગર મોટા દહીસરા વાળાની ધરપકડ કરેલ છે. અને આરોપીના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલી રહી છે.