ભાજપમાં ભડકો: સંપૂર્ણ બહુમતી વળી હળવદ નગરપાલિકામાં કારોબારી સમિતિના ચેરમેને મૂક્યું રાજીનામું ! મોરબી અને ટંકારામાં જુગારની જુદીજુદી રેડમાં 8 આરોપી પકડાયા, 1 ની શોધખોળ હળવદના રણમલપુર ગામે રહેતા આધેડના મોબાઇલમાં બેંકનો બેનાવટી ટેક્સ મેસેજ સેન્ડ કરીને 78,000 હજારની છેતરપિંડી મોરબી નજીક ટ્રક અને ટ્રેકટર વચ્ચે કાર ઘુસાડવા જતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક યુવાનનું મોત સાવધાન રહો: ટંકારાના જબલપુર ગામે રહેતી મહિલાના મોબાઈલ ફોનમાં એપીકે ફાઇલ સેન્ડ કરીને 95 હજારની છેતરપિંડી હળવદમાં રહેતા યુવાનને ટેલિગ્રામ આઈડી બનાવી ઘરે બેઠા ટાસ્ક પૂરો કરી પૈસા કમાવાની લાલચ આપીને 4.49 લાખની છેતરપિંડી માળીયા (મી)ના સરવડ અને વાંકાનેરના પાંચદ્વારકા ગામે રહેતા જુદાજુદા યુવાનના મોબાઈલ ફોન હેક કરીને 5.17 લાખની છેતપરિંડી મોરબીમાં રહેતા યુવાનના બેન્ક એકાઉન્ટમાંથી 98 હજારની ઉપાડી જતાં છેતરપિંડીનો ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

ભાજપમાં ભડકો: સંપૂર્ણ બહુમતી વળી હળવદ નગરપાલિકામાં કારોબારી સમિતિના ચેરમેને મૂક્યું રાજીનામું !


SHARE







































ભાજપમાં ભડકો: સંપૂર્ણ બહુમતી વળી હળવદ નગરપાલિકામાં કારોબારી સમિતિના ચેરમેને મૂક્યું રાજીનામું !

હળવદ નગરપાલિકાની 28 માંથી 27 બેઠકો ઉપર ભાજપ છે તો પણ ભાજપના ચૂંટાયેલા સભ્યો જુદીજુદી સમિતિના ચેરમેનોને યોગ્ય માન સન્માન મળતું નથી આટલું જ નહીં પરંતુ ઘણા સભ્યોના વિસ્તારમાં કામ પણ કરવામાં આવતા નથી જેથી ઘણા સભ્યોને પાલિકના સત્તાધીશોની સામે ભારોભાર અસંતોષ છે તેવામાં સંપૂર્ણ બહુમતી વળી હળવદ નગરપાલિકામાં કારોબારી સમિતિના ચેરમેને પોતાના પદ ઉપરથી રાજીનામું મૂકી દીધું છે જેથી ભવિષ્યમાં હળવદ ભાજપમાં ભડકો થાય તેવી શક્યતા છે.

તાજેતરમાં ભાજપના ધારાસભ્યો દ્વારા સ્નેહમિલનના કાર્યક્રમો કરવામાં આવેલ હતા ત્યારે ભાજપના આગેવાનો વિકાસના કામોની વાતો કરતાં હતા જો કે, સંપૂર્ણ બહુમતી વળી હળવદ પાલિકામાં જુદીજુદી શાખાના ચેરમેનો અને ચૂંટાયેલા ભાજપના સભ્યોમાંથી ઘણા સભ્યોના કામ કરવામાં આવતા નથી અને પાલિકાના સતાધીશો તેમજ ભાજપ  સંગઠનના આગેવાનોને રજૂઆતો કરવામાં આવે તો પણ કોઈ તેને ધ્યાને લેતું નથી જેથી હળવદ નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન મહેશભાઈ બાવલભાઈ કણઝરિયાએ તેના પદ ઉપરથી તાજેતરમાં નગરપાલિકા પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલને રાજીનામું આપી દીધેલ છે. જેમાં પાલિકાના સતાધીશોની કામગીરી સામે અનેક સાવલો ઉઠાવવામાં આવેલ છે

હાલમાં જે રાજીનામું મૂકવામાં આવ્યું છે તેમાં લખ્યું છે કે, તા. 25/03/2025 ના રોજ યોજાયેલી સામાન્ય સભાના ઠરાવ નંબર 4 હેઠળ કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી અને તેમાં તેઓની કારોબારી ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જોકે, તેઓ ચેરમેન પદ પર હોવા છતાં છેલ્લા ચાર મહિનાથી ટેન્ડર ખોલવા કે વિવિધ કામોના બિલો મંજૂર કરવા સહિતની કામગીરીમાં તેમની સહી લેવામાં આવતી નથી. વધુમાં નગરપાલિકા અધિનિયમની કલમ 77(2) મુજબ કારોબારી સમિતિને મળતી નાણાકીય સત્તા, વિવિધ વિકાસકામોના ભાવ અને ખર્ચના બિલો મંજૂર કરાવવા અંગે બે વખત લેખિત રજૂઆત કરવા છતાં નગરપાલિકા પ્રમુખ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે.

હળવદ નગરપાલિકા કચેરી ખાતે તા. 30/09/2025ના યોજાયેલી સામાન્ય સભાનો ઉલ્લેખ પણ રાજીનામામાં કર્યો છે જેના જમાવ્યું છે કે, એજન્ડાની ચર્ચા દરમિયાન એવી જાણ કરવામાં આવી હતી કે નગરપાલિકા અધિનિયમની કલમ 271(એ) મુજબ જરૂરી નિયમો બનાવી મંજૂર કર્યા વિના કારોબારી સમિતિની રચના કરવામાં આવી હોવાથી સમિતિની રચના જ અયોગ્ય ઠરાવવામાં આવી છે. આ મુદ્દે નારાજગી વ્યક્ત કરતાં મહેશભાઈ કણઝરિયાએ જણાવ્યું છે કે કારોબારી ચેરમેન તરીકે નિયુક્તિ થયા બાદ પણ તેમને ક્યારેય ચેરમેન તરીકેનું યોગ્ય મહત્વ આપવામાં આવ્યું નથી કે હોદ્દાને અનુરૂપ માન-સન્માન મળ્યું નથી. કારોબારી સમિતિની રચના જ અયોગ્ય ઠરાવવામાં આવી હોય ત્યારે ચેરમેન પદનો કોઈ ઉપયોગ રહેતો નથી તેવી લાગણી વ્યક્ત કરીને તેમણે કારોબારી ચેરમેનના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. હાલમાં તેઓએ રાજીનામાની કોપી ચીફ ઓફિસર, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ, સ્થાનિક ધારાસભ્ય અને હળવદ શહેર ભાજપ પ્રમુખને મોકલાવી આપી છે. અને આગામી દિવાસીમાં હળવદ પાલિકામાં ભડકો થવાની પૂરે પૂરી શક્યતા સેવાઇ રહી છે.














Latest News