ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન મોરબીની ભારતી વિધાલય શાળા ખાતે સાંસ્ક્રુતિક કાર્યક્રમ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઇ મોરબીના માણેકવાડા ગામે 77 માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ મોરબીના વજેપર વિસ્તારમાં ખંઢેર મકાનમાંથી 36 બોટલ દારૂ અને 12 બિયરના ટીન ઝડપાયા આરોપીની શોધખોળ મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો 33,200 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે એક્સ આર્મીમેન-આરએસએસના કાર્યકર્તાઓના હસ્તે ધ્વજવંદન
Breaking news
Morbi Today

માળીયા (મી)માં મામલતદાર ઓફિસ પાસે અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત


SHARE











માળીયા (મી)માં મામલતદાર ઓફિસ પાસે અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત

માળીયા મીયાણા શહેરમાં મામલતદાર ઓફિસ પાસે આવેલ ગોળાઈ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જો કે, તે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને પીએમ માટે તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝનમાં જાણ કરી હતી અને આ બનાવ માળીયા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી અકસ્માતના બનાવની ત્યાં જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ ભાખરારામ ઈશ્વરરામ જાટ (૧૯) નામના યુવાને માળિયા મીયાણા શહેરમાં મામલતદાર કચેરી પાસે આવેલ ગોળાઈ નજીક વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેથી તેને ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે આ બનાવ માળીયા મિયાણા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી હતી અને માળીયા પોલીસ સ્ટેશનના ગિરીશભાઈ મારુણીયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, બાઇક સ્લીપ થતાં તે યુવાનને ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું છે

બાઇક સ્લીપ

માળીયા મીયાણા ખાતે બાઇક સ્લીપ થયું હતું જેમાં રાજસ્થાનના રહેવાસી ભગીરથભાઈ ઈશરામ જાટ (૨૯) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મોરબી સિટી પોલીસને આ બનાવની પહેલા જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જો કે ,બનાવ માળીયા તાલુકાની હદમાં બનેલ હતો જેથી ત્યાં આ બનાવની જાણ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ મહિન્દ્રાના શોરૂમ પાસેથી પંચાસર નજીક આવેલ ઢીલાની વાડીએ રહેતા કાર્તિક ભગવાનજીભાઈ હડિયલ (૨૬) ગામના યુવાનને ઇજા થઈ હતી અને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવે છે

માર માર્યો

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતો રફીક અબ્દુલભાઈ ખેરાત (૩૫) નામનો યુવાન મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ હોથીપીરની દરગાહ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર લીલાપર રોડ ઉપર મારામારીની ઘટના બની હતી અને તેમાં રફીક ખેરાતને ઈજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ મદીના સોસાયટીમાં રહેતો ફરીદ યુસુફભાઈ ગોધવિયા (૨૦) નામનો યુવાન મોરબીની વાવડી ચોકડીએથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં આવેલ પેટ્રોલ પંપ નજીક તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.એ. ઝાલાએ કરી હતી






Latest News