ટંકારા પાસેથી દારૂની નાની-મોટી ૪૭૮ બોટલ ભરેલ ગાડી સાથે જામનગરના એક શખ્સની ધરપકડ
વાંકાનેર તાલુકામાં દારૂના ગુનામાં અનેકવાર પકડાયેલ આરોપી પાસા હેઠળ જેલ હવાલે
SHARE







વાંકાનેર તાલુકામાં દારૂના ગુનામાં અનેકવાર પકડાયેલ આરોપી પાસા હેઠળ જેલ હવાલે
વાંકાનેર તાલુકા વિસ્તારમાં દારૂના ગુનામાં અગાઉ પકડાયેલા શખ્સ વિરુધ્ધ પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી જે પાસા દરખાસ્તને મંજૂર કરવામાં આવતા પાસા વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું જેથી કરીને આરોપીની ધરપકડ કરીને પોલીસ દ્વારા આરોપીને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે
મોરબી શહેર અને જિલ્લામાં દારૂ, મારામારી વગેરે જેવા ગુનાઓમાં અવારનવાર પોલીસ ચોપડે ચડેલા શખ્સો વિરુદ્ધ પાસા દરખાસ્ત મુકવામાં આવતી હોય છે તેવી જ રીતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં અગાઉ પકડાયેલા આરોપી આશિષભાઈ હેમુભાઇ ઉઘરેજીયા જાતે કોળી વિરુદ્ધની પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી જે પાસા દરખાસ્ત મંજૂર કરી પાસા વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એલ.એ. ભગોરા અને તેઓની ટીમ દ્વારા આરોપી આશિષભાઈ હેમુભાઇ ઉઘરેજીયા જાતે કોળી (૨૫) રહે. જોરાવરનગર હનુમાન ચોક શેરી નં-૧૪ સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરીને પાસા હેઠળ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે
