મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

મોરબીના બે જુદાજુદા બનાવોમાં રીક્ષા ચાલક અને ટ્રક ડ્રાઇવરના હૃદય ધબકાર થંભી જતા બંનેના મોત


SHARE







મોરબીના બે જુદાજુદા બનાવોમાં રીક્ષા ચાલક અને ટ્રક ડ્રાઇવરના હૃદય ધબકાર થંભી જતા બંનેના મોત

મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં બે જુદાજુદા બનાવો સામે આવ્યા છે. જેમાં રિક્ષા ડ્રાઇવર યુવાનનું તેમજ ટ્રક ડ્રાઇવર રાજસ્થાની આધેડના હૃદય રોગના કારણે મોત થયા હોવાના પ્રાથમિક અનુમાન સાથે પોલીસે આગળની તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના વીસીપરામાં આવેલી આંબેડકર કોલોનીમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગનું કામકાજ કરતા અશોકભાઈ ગોવિંદભાઈ રાઠોડ નામના ૩૫ વર્ષના યુવાનને છેલ્લા બે-ત્રણ દિવસથી તાવ આવતો હોય તેઓ ઘરે હતા અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં તેઓને એડમિટ કરાયા બાદ રજા આપવામાં આવી હતી અને ગઈકાલે રાતે પુન: તેઓને તકલીફ થતા સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યા હતા.જોકે રાત્રિના બે વાગ્યાના અરસામાં તેઓનું મોત નિપજયુ હતુ.હોસ્પિટલ ખાતે તેમના પીએમ સહિતની વિધિ કરવામાં આવ્યા બાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના જે.જે.લાવડીયા દ્વારા બનાવ સંદર્ભે નોંધ કરીને આગળની તજવીજ શરૂ કરવામાં આવી હતી.તપાસ અધીકારીના જણાવ્યા પ્રમાણે મૃતક અશોકભાઈ રાઠોડ રીક્ષા ડ્રાઇવિંગનું કામકાજ કરતા હતા બે-ત્રણ દિવસથી તેઓને તાવની બીમારી અને વિકનેસ હતી.દરમિયાનમાં તેઓને મોડી રાત્રીના સારવારમાં લઈ જતા સમયે રસ્તામાં જ તેઓનું પ્રમાણપંખેરૂ ઉડી ગયું હતું.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાર્ટ એટેકના લીધે તેઓનું મોત થયુ હોવાનું હાલ સામે આવ્યું હતું.

જ્યારે બીજો બનાવ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બન્યો હતો જેમાં મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં ઇન ટાઇલ્સ નામના યુનિટમાં માટી ઠાલવવા માટે ટ્રક લઈને આવેલ ચૈત્રમલભાઇ જગન્નાથભાઈ જાટ (ઉમર ૫૦) રહે.સાપુર જયપુર રાજસ્થાન ટ્રકની કેબીનમાં હતા.ત્યારે બપોરના સમયે તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા અને તેઓનું મોત થયુ હતું.બાદમાં હરીરામ દ્રારા મૃતક ચેત્રમલ જાટના ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા હોસ્પિટલ સુત્રોને બનાવની જાણ થઈ હતી.બાદમાં હોસ્પિટલ ખાતે તેઓની પીએમની વિધિ હાથ ધરવામાં આવ્યા બાદ હોસ્પિટલ દ્વારા તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર જનકસિંહ પરમાર દ્વારા આ બનાવ સંદર્ભે નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી અને હાલ હાર્ટ એટેકના લીધે ચૈત્રમલ જગન્નાથ જાટ નામના ૫૦ વર્ષીય રાજસ્થાની ટ્રક ડ્રાઇવરનું મોત થયુ હોવાનું હાલ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

યુવાન સારવારમાં
માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા રફીકભાઈ હારુનભાઈ કાજેડીયા (૩૧) નામના યુવાનને ગત તા. ૧૭/૫ ના રોજ રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં સુરત નજીક અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાંથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે

મારા મારીમાં ઇજા
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોટલ નજીક દલવાડી સર્કલ પાસે મારામારીની ઘટના બની હતી જેમાં મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા વિરેન્દ્રસિંહ મૂળરાજસિંહ ઝાલા (૨૪) નામના યુવાનને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે






Latest News