મોરબીની મહેન્દ્રનગર ચોકડીનો બનાવ, બાઈક ઉપરથી પટકાયેલ 10 વર્ષીય દ્વિજાનું સારવારમાં મોત મોરબીમાં દેશી કટ્ટામાંથી થયેલ ફાયરિંગના ગુનામાં રવાપર ગામના એક શખ્સની ધરપકડ મોરબી જિલ્લા એલસીબીની ટીમે એક મહિલા સહિત 6 નાસતા ફરતા આરોપીઓને દબોચી લીધા UPI પેમેન્ટ સામે વિરોધ: મોરબીના વેપારીઓએ કેશ-ચેકથી વેપારી શરૂ કર્યો મોરબીમાં દારૂ પી લૂખ્ખાનો આતંક: દૂકાનમાં કરી તોડફોડ મોરબીમાં ગેરકાયદે કતલખાના સામે આંખ આડા કાન કરતી મહાપાલિકા સામે ઉગ્ર આંદોલનની હિન્દુ સંગઠનની ચીમકી મોરબીના રવાપર ગામે ગળાફાંસો ખાઈને મહિલાનો આપઘાત: હળવદના નવા માલણીયાદ ગામે કેનાલમાં ડૂબી જવાથી પરિણીતાનું મોત મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં નશાખોર શખ્સનો આતંક: મહિલા સ્ટાફ સાથે ગેરવર્તન


SHARE









મોરબીમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં નશાખોર શખ્સનો આતંક: મહિલા સ્ટાફ સાથે ગેરવર્તન

મોરબી જિલ્લાના નશાની વસ્તુઓની છૂટથી વેચાણ કરવામાં આવે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં મોરબીમાં સો-ઓરડીમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં એક શખ્સ નશાની હાલતમાં આવ્યો હતો અને અર્બન સેન્ટરને માથે લીધું હતું અને ત્યાં કામ કરતાં મહિલાઓ સહિતના કર્મચારીઓની સાથે પણ ગેરવર્તન કર્યું હતું જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલ હતી અને તેના વિડીયો પણ સોશયલ મીડિયામાં વાઇરલ થયા હતા ત્યાર બાદ આ બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસે નશાની હાલતમાં અર્બન સેન્ટરને માથે લેનારા શખ્સની અટકાયત કરી હતી અને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના સો-ઓરડી મેઈન રોડે અર્બન હેલ્થ સેન્ટર આવેલ છે જેમાં તા ૨૧ ના રોજ બપોરે પોણા ત્રણ વાગ્યાના અરસામાં એક શખ્સ નશાની હાલતમાં આવ્યો હતો અને નશાની હાલતમાં તે શખ્સે અર્બન સેન્ટરમાં કામ કરતાં મહિલા સહિતના કર્મચારીઓ સાથે ગેરવર્તન કર્યું હતું. અને દારૂના નશામાં ધમલ કરનાર શખ્સ ત્યાં મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો અને આ શખ્સે અર્બલ હેલ્થ સેન્ટરના સ્ટાફની સાથે ગેરવર્તન કર્યું હતું અને કાયદો હાથમાં લઈને સત્ફ ઉપર ઓફ જમાવ્યો હતો અને આવું તે વારંવાર કરતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે આ શખ્સની ધરપકડ કરી હતી અને આ શખ્સની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી 




Latest News