મોરબી જિલ્લામાં વીજ કંપની સ્માર્ટ મીટર મૂકશે તો કોંગ્રેસ કરશે વિરોધ: આગેવાનોની ચીમકી
SHARE







મોરબી જિલ્લામાં વીજ કંપની સ્માર્ટ મીટર મૂકશે તો કોંગ્રેસ કરશે વિરોધ: આગેવાનોની ચીમકી
ગુજરાતના જુદાજુદા જીલ્લામાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યા છે તેને લઈને ઘણા વિવાદો પણ ચાલી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લામાં જો વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર મૂકવામાં આવશે તો પછી કોંગ્રેસ દ્વારા સ્થાનિક લોકોને સાથે રાખીને વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી કોંગ્રસના આગેવાનોએ ઉચ્ચારી છે
મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજ્યગુરુ અને પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે કે, હાલમાં વીજ કંપની દ્વારા ઘરે ઘરે ફરીને પરાણે લોકોના ઘરમાં સ્માર્ટ મીટર મૂકવામા આવી રહ્યા છે તે ગેરકાયદેસર છે. કારણ કે, એડવાન્સ પૈસા ભરી રિચાર્જ કરાવો તો જ પાવર વાપરવા મળે તે યોગ્ય ન કહેવાય કેમ કે વસ્તુ ખરીદીએ ત્યાર બાદ જ પૈસા ચૂકવવા ના હોય છે તેના બદલે વીજ કંપની દ્વારા પહેલા પૈસા બાદમાં પાવર આપવાની તૈયારી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને સ્માર્ટ મીટરને કારણે બેરોજગારી વધશે. કેમ કે, મીટર રીડર તેમજ બિલના કલેક્શન કરતા લોકોને પણ નોકરીમાંથી છુટા કરવા પડે તેવી સ્થિતિનુ નિર્માણ થશે વધુમાં આગેવાનોએ જણાવ્યુ હતું કે, પહેલાના મીટરમાં મહિને ત્રણ હજારનું બિલ આવતું હતું જો કેમ સ્માર્ટ મીટરના લીધે હવે ૨૦- દિવસમાં ત્રણ હજારનું બિલ આવેલ છે આમ મીટરમાં ખામી હોવાના લીધે લોકોને લૂંટવામાં આવે તેવી શક્યતા છે જેથી કરીને આ સ્માર્ટ મીટર મોરબી જિલ્લામાં કોઈપણ વિસ્તારમાં નાખવામાં આવશે તો તેનો પ્રજાના હિતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવશે
